Tuesday, July 23, 2024
HomeBUSINESSBusiness News: સેબી ડેરિવેટિવ્ઝ-સેગમેન્ટમાં થતાં ટ્રેડિંગ માટે માર્જિનની રકમ વધારે એવી શક્યતા

Business News: સેબી ડેરિવેટિવ્ઝ-સેગમેન્ટમાં થતાં ટ્રેડિંગ માટે માર્જિનની રકમ વધારે એવી શક્યતા


  • રિટેલ રોકાણકારોનું ડેરિવેટિવ્સ માર્કેટ તરફ સ્થળાંતર અવિરત
  • બજારનું નિયમન કરતી સંસ્થા રિટેલ ઈન્વેસ્ટર્સની સુરક્ષા અંગે ચિંતિત
  • બ્રોકરેજ ફર્મ્સ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

હાલ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ફ્યૂચર્સ એન્ડ ઓપશન્સ (એફ એન્ડ ઓ) માટે દિશા-નિર્દેશો કડક બનાવવાની કામગીરી ચાલી રહી છે. માર્જિનની જરૂરિયાતમાં વધારો, કડક પાત્રતા માપદંડ, રોકાણકારો માટે નેટ વર્થનો ખુલાસો જેવા નિયમોને નવા સુધારામાં સામેલ કરી શકાય છે. કેપિટલ માર્કેટમાંથી રિટેલ રોકાણકારોનું ડેરિવેટિવ્સ માર્કેટ તરફ વળવાનું વલણ અવિરત રહેતા બજાર નિયમનકાર દ્વારા એફ એન્ડ ઓ માટે નવા સુધારા કરવાની આવશ્યકતા જન્મી છે.

આ ઘટનાક્રમમાં ગત સપ્તાહે માર્કેટ નિયમનકારે એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ)ને પત્ર લખ્યો હતો. જેમાં ડેરિવેટિવ્સ ટ્રેડિંગ માટેના હયાત દિશા-નિર્દેશો અંગે ઈન્ડ્રસ્ટ્રીઝ બોડી પાસેથી પ્રતિક્રિયાઓ જાણવાનું જણાવાયું હતું. આ સાથે એવું પણ પૂછવામાં આવ્યું હતું કે, હાલના ડેરિવેટિવ્સ ટ્રેડિંગ નિયમોને કેવી રીતે કડક બનાવી શકાય તે અંગેના અભિપ્રાયો સુપરત કરે. વધુમાં આ મામલે એક કમિટિ પણ બનાવવામાં આવી છે. જેમાં બ્રોકરેજ ફર્મ્સ, એસેટ મેનેજમેન્ટ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમની પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.

એફ એન્ડ ઓ ટ્રેડિંગના લેખાંજોખાં

નાણાંકીય વર્ષ 2018-19માં એફ એન્ડ ઓ સેગમેન્ટમાં 20 વર્ષથી 30 વર્ષની વય જૂથના વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા માત્ર 11 ટકા હતી. જે નાણાંકીય વર્ષ 2021-22માં વધીને 36 ટકા થઈ ગઈ છે.

નાણાંકીય વર્ષ 2021-22માં એફ એન્ડ ઓ ઈક્વિટી સેગમેન્ટમાં કુલ વ્યક્તિગત રોકાણકારો પૈકી લગભગ 90 ટકા રોકાણકારોએ સરેરાશ રૂ.1.1 લાખ ગુમાવ્યા હતા

એક ટકા અને પાંચ ટકા સક્રિય પ્રોફિટ મેકર્સ અનુક્રમે કુલ ચોખ્ખા નફાના લગભગ 51 ટકા તથા 75 ટકા હિસ્સો ધરાવે છે

એફ એન્ડ ઓમાં વ્યક્તિગત રોકાણકારો પૈકી 98 ટકાએ ઓપ્શન્સ અને માત્ર 11 ટકાએ ફ્યૂચર્સમાં ટ્રેડિંગ કર્યું હતું

એફ એન્ડ ઓ વોલ્યુમ પર વોચ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને માર્કેટ નિયમનકાર દ્વારા ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ઊંચા મૂલ્યના સોદાઓ પર નિગરાની રાખવામાં આવી રહી છે, એમ મધ્યસ્થ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું, પણ આ સાથે ફાયનાન્સિયલ માર્કેટમાં કોઈપણ પ્રકારના ઓવરહિટિંગના સંકેતને નકારી કાઢયા હતા. દાસે જણાવ્યું હતું કે, ફાયનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલોપમેન્ટ કાઉન્સિલ (એફએસડીસી)ના સંરક્ષણમાં બે નિયમનકારો દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેશની જીડીપી કરતાં ઓપ્શન્સ એન્ડ ફ્યૂચર્સ વોલ્યૂમનું કદ મોટું છે. અમે આ મામલે સેબી સાથે ચર્ચા કરી છે અને તેઓ આ સ્થિતિ અંગે કાર્યવાહી કરશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments