Sunday, July 14, 2024
HomeBUSINESSBusiness News: કૃત્રિમ હીરાના ભાવમાં ઘટાડાથી સુરતના ચાર લાખ શ્રમિકો પર આફત

Business News: કૃત્રિમ હીરાના ભાવમાં ઘટાડાથી સુરતના ચાર લાખ શ્રમિકો પર આફત


  • 2024માં નિકાસ વોલ્યુમમાં 45 ટકાનો ઘટાડો
  • કામદારોના પગારમાં દર મહિને 20 દિવસનો વિલંબ થતાં પરિવારનું ગુજરાન મુશ્કેલ બન્યું
  • કુત્રિમ ડાયમંડની કિંમતોમાં તીવ્ર ઘટાડો નોંધાતા લાખો પરિવારોની હાલત કફોડી બની છે

સુરતના હીરા બજાર માટે ફરી એક વખત કપરા ચઢાણો સર્જાયા છે. આ શહેરમાં ચાર લાખ કામદારો લેબ-ગ્રોન ડાયમંડ (એલજીડી) (કૃત્રિમ રીતે બનતાં હીરા)ના કામ સાથે જોડાયેલા છે. પણ હવે લાખોની સંખ્યામાં રહેલા આ શ્રમિકોની રોજી-રોટીનો પ્રશ્ન પેદા થયો છે.

 કુત્રિમ ડાયમંડની કિંમતોમાં તીવ્ર ઘટાડો નોંધાતા લાખો પરિવારોની હાલત કફોડી બની છે. સ્થિતિ એટલી પ્રતિકૂળ છે કે, આ કામદારોને પોતાના પગાર માટે વલખાં મારવા પડી રહ્યા છે. એટલું જ નહીં જો કિંમત નહીં ઊંચકાય તો ગમે તે ઘડીએ તેમનું રોજગાર છીનવાઈ જવાની તલવાર પણ લટકી રહી છે. બીજી તરફ એક્સપોર્ટ થતાં એલજીડી અંગે પણ ધાર્યા પરિણામો પ્રાપ્ત નહીં થતા શ્રમિકોની હાલત પડયા પર પાટા જેવી થઈ છે. તાજેતરના વર્ષોમાં એલજીડી ક્ષેત્રનું વિસ્તરણ થવાથી ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.

કામદારોના પગારમાં દર મહિને 20 દિવસનો વિલંબ થઈ રહ્યો છે, એવું કામદાર યૂનિયને જણાવ્યું છે. વર્ષ 2023માં એલજીડીના એક્સપોર્ટ વોલ્યૂમમાં વધારો થયો હતો પણ સામે મૂલ્યમાં ઘટાડો થતાં તેનો લાભ આ ક્ષેત્ર કે તેના કામદારોને થઈ શકયો ન હતો. ગત કેલેન્ડર વર્ષની વાત કરવામાં આવે તો ભારતથી નિકાસ થતાં પોલિશ્ડ કરેલા કુત્રિમ હીરાના જથ્થાના કદમાં 50 ટકાનો વધારો થયો હતો. 2023માં વોલ્યૂમનું કદ વર્ષ 2022ના 42.8 લાખ કેરેટ્સની તુલનાએ 64.5 લાખ કેરેટ્સ હતું. પણ આ વર્ષે વોલ્યૂમ વૃદ્ધિ પણ ધીમી જોવા મળી રહી છે. વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં લેબ-ગ્રોન ડાયમંડના નિકાસ વોલ્યૂમમાં 45 ટકાનો ઘટાડો થયો હતો. નોંધનીય છે કે, ભારતમાં દર વર્ષે 1.6 કરોડ કેરેટ્સ એલજીડીનું ઉત્પાદન થાય છે. સુરતમાં ડાયમંડ ક્ષેત્રે કુલ દસ લાખ જેટલા કામદારો જોડાયેલા છે. જેમાંથી 40 ટકા કામદારો એલજીડી સાથે સંકળાયેલા છે. બીજી તરફ ઉત્પાદકોને આશા છે કે, એલજીડીની માંગમાં વધારો થશે.

લેબ ગ્રોન ડાયમંડે ચમક ગુમાવી

સુરતમાં કૃત્રિમ હીરાની કટિંગ અને પોલિશિંગના કામ સાથે લગભગ 4 લાખ કામદારો જોડાયેલા છે

કૃત્રિમ ડાયમંડ હાલ કુદરતી ડાયમંડની કિંમત કરતાં 90 ટકા ડિસ્કાઉન્ટે વેચાઈ રહ્યા છે

2015માં તફાવત દસ ટકા હતો

2023માં વાર્ષિક ધોરણે પોલિશ્ડ કૃત્રિમ ડાયમંડના એક્સપોર્ટ વોલ્યૂમમાં 50%નો વધારો થયો હતો

આ વર્ષે નિકાસ વૃદ્ધિ ધીમી જોવા મળી હતી



Source link

- Advertisment -

Most Popular

Recent Comments