Thursday, July 25, 2024
HomeBUSINESSBusiness News: અદાણી જૂથ એનર્જી ટ્રાન્સમિશનમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે

Business News: અદાણી જૂથ એનર્જી ટ્રાન્સમિશનમાં 100 અબજ ડોલરનું રોકાણ કરશે


  • જૂથના ચેરમેન ગૌતમ અદાણીની જાહેરાત
  • ગ્રીન એનર્જી માટે જરૂરી મોટા ઉપકરણોનું ઉત્પાદન કરશે
  • આ કારોબારના વિકાસથી ભારત સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મોટું સ્થાન પ્રાપ્ત કરશે.

અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણીએ આજે જણાવ્યું હતું કે અદાણી જૂથ એનર્જી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ અને ગ્રીન એનર્જીના ઉત્પાદન માટે જરૂરી તમામ મોટા ઉપકરણોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આગામી દસકામાં 100 અબજ ડોલર એટલે કે રૂ. 8.35 લાખ કરોડનું રોકાણ કરશે.

નવી દિલ્હી ખાતે યોજાયેલા એક ઉર્જા ક્ષેત્ર સંબંધિત કાર્યક્રમને સંબોધતાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે સૌર ઉર્જા તથા પવન ઉર્જાના ઉત્પાદન માટે સોલાર પાર્ક અને વિન્ડ ફાર્મની સ્થાપના કરવા ઉપરાંત અદાણી જુથ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઇલેક્ટ્રોલાયઝરનું, વિન્ડ ટર્બાઇન્સનું અને સોલાર પેનલ્સનું ઉત્પાદન કરવા માટે પણ મોટો પ્લાન્ટની સ્થાપના કરશે. એનર્જી ટ્રાન્સમિશન અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ટ્રિલિયન ડોલરનો કારોબાર આપે એવો અવકાશ ધરાવે છે અને આ કારોબારના વિકાસથી ભારત સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મોટું સ્થાન પ્રાપ્ત કરશે.

આગામી દસકામાં અદાણી જુથ એનર્જી ટ્રાન્સમિશન ક્ષેત્રે 100 અબજ ડોલરનું રોકાણ કરશે. હાલમાં જુથ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સંકલિત વેલ્યુ ચેઇન ધરાવે છે તેનો વિસ્તાર કરીને ગ્રીન એનર્જીના ઉત્પાદન ક્ષેત્રે તમામ પ્રકારના મોટો ઉપકરણોનું ઉત્પાદન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. કોલથી માંડીને પોર્ટ ક્ષેત્રે કારોબાર ધરાવતું અદાણી જુથ વિશ્વની સૌથી સસ્તી ગ્રીન એનર્જી ઉત્પાદન શક્ય બનાવવાનો ઇરાદો ધરાવે છે અને આવી સસ્તી વીજળી તમામ ક્ષેત્ર માટે મહત્ત્વનું ઇંધણ બની રહેશે અને સાતત્યપૂર્ણ વિકાસનો વિકલ્પ બનશે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments