Monday, July 22, 2024
HomeGUJARATGandhinagar:11વર્ષ બાદ પણ ગાંધીનગરના રશ્મિ ભાવે મર્ડર કેસના હત્યારા સીબીઆઈને ન મળ્યા

Gandhinagar:11વર્ષ બાદ પણ ગાંધીનગરના રશ્મિ ભાવે મર્ડર કેસના હત્યારા સીબીઆઈને ન મળ્યા


  • ક્રાઈમ બ્રાન્ચ, SOG, CID, SITની તપાસ બાદ CBI પણ નિષ્ફળ રહી
  • ડૉ. વિવેક ભાવેના પત્નીના હત્યારા ન મળતાં CBIએ સમરી ભરી રિપોર્ટ ભર્યો
  • રશ્મિ ભાવેનાં પતિ ડો. વિવેક ભાવે તેમજ અન્યોનાં એસડીઆઈ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા

ગાંધીનગરમાં પણ ચકચાર મચાવનાર ડો. વિવેક ભાવેના પત્ની રશિમ ભાવેની મર્ડરની તપાસ સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સીઆઈડી, સીબીઆઇ તેમજ સીટ કરી ચૂકી હોવા છતાં 11 વર્ષથી મર્ડર મિસ્ટ્રી વણ ઉકેલ્યો છે.જેના પગલે સીબીઆઈએ આખરે સમરી રિપોર્ટ ભરીને મોકલતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સીબીઆઈની ખાસ કોર્ટે મંજૂર રાખ્યો છે. આમ પોલીસની ચાર એજન્સી અને દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈ પણ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં રશ્મિ ભાવેનાં પતિ ડો. વિવેક ભાવે તેમજ અન્યોનાં એસડીઆઈ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી પડદો ઉચકાયો નથી કે ક્યાં કારણસર હત્યા કરાઈ હતી તે પણ બહાર આવી શકયું નથી.સીબીઆઈના અધિકારીએ કલોઝર રિપોર્ટમાં એો ઉલ્લેખ કર્યો છે કે, આ કેસમાં અત્યાર સુધી છ પીઆઈ, બે ડીવાયએસપી અને એક સીબીઆઈના પીઆઈએ તપાસ કરી હતી.

કલોઝર રિપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, બનાવ સમયની શરૂઆતથી પ્રાથમિક તપાસમાં તપાસ કરનાર અધિકારીની તપાસમાં બેદરકારી અને નિષ્કાળજીના કારણે સાચો હત્યારો મળી શકેલ નથી.

આ ઘટનાને દસ વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયો છે. સીબીઆઈ તરફથી તમામ મુદ્દાઓ ઉપર પુરતી તપાસ કરી છે. ત્યારે હવે પછી વધુ તપાસમાં કોઈ ફળદાયી હકીકતો મળી આવવાની સંભાવના જણાઈ આવતી નથી. આ કેસમાં તપાસ કરનાર અધિકારીએ જે શકદાર વ્યકિતઓ દર્શાવેલ છે, તેઓ બનાવમાં સાંકળતા કોઈ પ્રથમ દર્શનીય પુરાવા મળી આવેલ નથી.

આ કેસની તપાસમાં સાંયોગિક પુરાવાની તમામ કડીઓ મળીને પુરાવાની એક સાંકળ બનતી નથી.તે સંજોગોમાં શકદારોની બનાવમાં સાંકળી શકાય તેવા પુરાવા નથી. સીબીઆઈ તરફથી મરનારની હત્યા અંગે માહીતી આપવા હત્યારા અંગેની માહિતી આપવા અંગે રૂ.10 લાખનું ઈનામ બહાર પાડવામાં આવ્યુ છે ત્યારે ભવિષ્યમાં આ ગુનામાં કોઈ હકીકતો મળી આવે તો વધુ તપાસ કરવાની શરતે કલોઝર રિપોર્ટ મંજૂર કરવી જોઈએ.

શાર્પ વેપનથી હત્યા થયાનો FSLનો રિપોર્ટ

ગાંધીનગરના ચકચારી રશ્મિ ભાવે મર્ડર કેસનો ભેદ છેલ્લા 11 વર્ષથી ઉકેલાયો નથી. આરોપીઓ તરફ્ પહોંચવા માટે કોઇ સાંયોગીક પુરાવા પણ પ્રાપ્ત થયા ન હતા. રશ્મિ ભાવેની હત્યા શાર્પ વેપનથી થઇ હોવાની FSLનો રિપોર્ટ હતો. આ સાર્પ વેપનમાં સર્જીકલ બ્લેડનો પણ સમાવેશ હોવાની શંકા હતી. રશ્મિ ભાવેના ગળા પરનો ઘા દોઢથી બે ઈંચ ઉંડો હતો. ગળાના ડાબી સાઇડનો ચીરો સૌથી વધુ ઉંડો હતો જેના કારણે હત્યારો ડાબોડી હોવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી હતી.

હત્યાના સ્થળ પરથી બે ફૂટ પ્રિન્ટ મળ્યા હતા

પોલીસને હત્યાની જગ્યાએ બે ફુટ પ્રિન્ટ મળી આવ્યા હતા. આ ફુટ પ્રિન્ટ એકબીજાને ક્રોસ કરતા હતા. તે વખતે રશ્મિ ભાવેની હત્યા કોઇ એક જ વ્યક્તિ દ્વારા થઇ હોવાની પોલીસને મજબૂત શંકા હતી. કિચનમાંથી મળી આવેલા પાણી ભરેલા એક ગ્લાસના આઘારે પ્રારંભમાં પોલીસે ઉપરોક્ત અનુમાન કર્યુ હતું, પરંતુ જે રીતે બે ફુટ પ્રિન્ટ અને પુરાવાનો નાશ કરવા બે વોશ બેઝિંગનો ઉપયોગ થયો હતો તે જોતા આ ઘટનામાં એકથી વધુ વ્યક્તિઓની સંડોવણી હોવાનું પોલીસ માની રહી હતી.

પતિ ડૉ. વિવેક ભાવે પર પણ શંકા પડેલી

રશ્મિ ભાવેની હત્યા અંગે તેના પતિ ડો. વિવેક ભાવેની વર્તણૂક પોલીસ માટે શંકારૂપ હતી. પોલીસે તેને સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ (એસડીએસ) અને લાય ડિટેક્શન ટેસ્ટ પણ કરાવ્યો હતો. જે રિપોર્ટ શંકાસ્પદ આવ્યો હતો, પરંતુ ધરપકડ માટે પોલીસને પુરતા પુરાવા હાથ લાગ્યા નહતા.આ પછી પોલીસે રશ્મિ ભાવે સાથે સોશિયલ મિડિયા સાથે સંકળાયેલા બે ગાઢ મિત્રોની પણ પુછપરછ કરી હતી. તેઓના પણ ઉપરોક્ત બે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પણ તેઓ કાંઇક છુપાવી રહ્યા હોવાનું રિપોર્ટમાં ફ્લિત થતુ હતું, પરંતુ આ બંને શખ્સોની ઘટના સમયની હાજરી મહારાષ્ટ્રમાં જ હતી જેથી પોલીસ માટે તેઓ સમક્ષ પણ પુરતા પુરાવા નહતા.

આયોજનબદ્ધ હત્યા હતી કે પોલીસને કોઇ પુરાવા ન મળ્યા

હત્યા બાદ ઘરમાં સરસામાન વેરવિખેર હાલતમાં મળ્યો ન હતો. એટલું જ નહીં પરંતુ રશ્મિ ભાવેએ પહેરેલા ઘરેણાને પણ હાથ અડાડવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત જો કોઇ લૂંટના ઇરાદે ઘરમાં પ્રવેશ કરે તો હત્યા કર્યા બાદ ઘરનું બારણું બહારથી બંધ કરીને જાય તેવી પણ શક્યતા નહીવત હતી. ફુટ પ્રિન્ટ પરથી હત્યારાઓએ ઘરમાં બુટ કે ચપ્પલ પહેર્યા વગર ખુલ્લા પગે જ પ્રવેશ કર્યો હતો.Source link

- Advertisment -

Most Popular

Recent Comments