Monday, July 22, 2024
HomeGUJARATAhmedabad:ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલની નિયુક્તિ મુદ્દે PMOમાં ફરિયાદ

Ahmedabad:ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલની નિયુક્તિ મુદ્દે PMOમાં ફરિયાદ


  • એક મહિનાની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અદાલતનાં દ્વાર ખખડાવવાની ચીમકી
  • 10 વર્ષનો પ્રોફેસર તરીકે અનુભવ નહીં હોવા છતાં નિમણૂક પત્ર સ્વીકાર્યાનો સંસ્થાના પ્રોફેસરનો આક્ષેપ
  • ડૉ. હર્ષદ પટેલની ગત 7 ફેબ્રુઆરીએ ગૂજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી

ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલરની નિમણૂકને લઈ વિદ્યાપીઠના જ એક સિનિયર પ્રોફેસર દ્વારા PMOમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ડૉ.હર્ષદ પટેલનો પ્રોફેસર તરીકે 10 વર્ષનો અનુભવ ન હોવા છતાં વિશિષ્ટ વિચારધારાનો દૂરઉપયોગ કરી ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલરપદનો નિયુક્તિ પત્ર મેળવ્યો હોવાના ફરિયાદમાં આક્ષેપો કરવામાં આવ્યાં છે. વધુમાં એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે, મારી રજૂઆતને ધ્યાને લઈ એક મહિનાની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અદાલતના દ્વાર ખખડાવીશ. આ અંગે વાઈસ ચાન્સેલર ડૉ.હર્ષદ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા પત્ર અમને મળ્યો છે અને વાઈસ ચાન્સેલર તરીકે મારી લાયકાત યોગ્ય હોવાનું કોર્ટ દ્વારા પણ અગાઉ જજમેન્ટ આપેલું છે.

 ભાજપના પૂર્વ પ્રદેશ હોદ્દેદાર અને રાજ્યની બે યુનિવર્સિટીના કુલપતિ રહેલા ડૉ.હર્ષદ પટેલની ગત 7 ફેબ્રુઆરીએ ગૂજરાત વિદ્યાપીઠના 17મા કુલપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. એ પહેલા ગૂજરાત વિદ્યાપીઠના ચાન્સેલર તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરાઈ હતી. આ બંન્ને નિયુક્તિ વખતે લાંબા સમય સુધી વિવાદ પણ ચાલ્યો હતો. વિદ્યાપીઠના હિન્દી વિભાગના સિનિયર પ્રોફેસર અને ભાષા-સાહિત્યના ડીન દ્વારા વાઈસ ચાન્સેલરની નિયુક્તિ સામે આક્ષેપો કરતી ફરિયાદ PMO અને ેંય્ઝ્રમાં કરવામાં આવી છે. આ અરજીમાં આક્ષેપ કરાયા છે કે, વાઈસ ચાન્સેલરની નિયુક્તિ માટે દસ વર્ષનો પ્રોફેસર તરીકે (લેવલ-14, 10,000 ગ્રેડ પે)માં કામગીરી કરવાનો અનુભવ હોવો જોઈએ. પરંતુ ડૉ.હર્ષદ પટેલ પાસે આવો કોઈ અનુભવ નથી. જેથી એમની ખોટી રીતે થયેલી નિયુક્તિ રદ કરવા ઉપરાંત આ પદ પર આપેલા વેતન સહિતના અન્ય આર્થિક લાભોની રિકવરી કરવામાં આવે. વધુમાં આ પ્રોફેસરે પોતે વાઈસ ચાન્સેલર પદ માટે લાયક હોવા છતાં તેની અરજીને ધ્યાને લેવાઈ ન હોવાના પણ આક્ષેપ કર્યો છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments