Tuesday, July 16, 2024
HomeBUSINESSચોમાસુ કેવું રહે છે તેની RBI વ્યાજદરમાં ઘટાડા અંગે નિર્ણય લેશે

ચોમાસુ કેવું રહે છે તેની RBI વ્યાજદરમાં ઘટાડા અંગે નિર્ણય લેશે


  • ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ ફુગાવાના દરના સંદર્ભમાં ચિંતાનો વિષય
  • હવામાન ખાતાએ આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં સારું રહેશે એવી આગાહી કરી છે
  • 4 ટકાના ઇચ્છિત સ્તરે લાવવામાં ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવ મોટો પડકાર

   હાલમાં ભારતના વિવિધ ભાગોમાં હિટ વેવ ચાલી રહ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા ચોમાસામાં વરસાદની કેવી સ્થિતિ રહે છે તેનો ક્યાસ કાઢયા પહેલા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા ઓછી છે. બેંક ઓફ બરોડા દ્રારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલ મુજબ હિટ વેવના કારણે તેની અસર ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ પર થઇ શકે છે અને તેના કારણે ફુગાવાનો દર પણ વધી શકે છે. આ પરિબળ આરબીઆઇના વ્યાજદરમાં ઘટાડો કરવાના નિર્ણયની આડે આવી શકે છે. ચાલુ વર્ષ ભારતમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. ભારતમાં સામાન્ય રીતે પહેલી જુનથી કેરળમાં ચોમાસું બેસે છે અને આ નિર્ધારિત તારીખમાં સાત દિવસના વિલંબનો અવકાશ હોય છે. આ વરસાદ દેશના ખરીફ પાકો માટે ઘણો મહત્ત્વપૂર્ણ છે.

 કેન્દ્ર સરકારે આરબીઆઇને ફુગાવાનો દર 4 ટકાના દરે લાવવા આદેશ આપ્યો છે અને તેમાં 2 ટકાની વધઘટની છૂટ પણ આપવામાં આવી છે. હાલમાં આ દર 4.9 ટકાના સ્તરે આવી ગયો છે, પરંતુ તેને 4 ટકાના ઇચ્છિત સ્તરે લાવવામાં ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવ મોટો પડકાર છે. અહેવાલમાં જણાવાયા મુજબ વ્યાજદરમાં ઘટાડો કરવા અંગેનો નિર્ણય લેતા પહેલા આરબીઆઇ ભારતમાં ચોમાસું ક્યારે બેસે છે અને વરસાદનું વિતરણ વિવિધ વિસ્તારોમાં કેવું રહે છે તેનો બારીકાઇથી અભ્યાસ કરશે અને તે પછી જ કોઇ નિર્ણય લેવાશે.

RBI દર વર્ષે મોનિટરી પોલીસી કમિટીની છ બેઠક યોજે છે

  આરબીઆઇ પ્રત્યેક નાણાકીય વર્ષમાં દર બે મહિને તેની મોનિટરી પોલિસી કમિટીની બેઠક યોજે છે. આ બેઠકમાં ફુગાવાનો દર, અર્થતંત્રનો વૃદ્ધિદર, વ્યાજદરમાં વધારો ઘટાડો, નાણાંનો પુરવઠો સહિતના વિવિધ આર્થિક પરિબળો અંગે ચર્ચા કરી વિવિધ નિર્ણયો લેવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં આવી એક બેઠક યોજાઇ ગઇ છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments