Tuesday, July 16, 2024
HomeBUSINESSનિકાસબજારમાં કેસરનો કિ.ગ્રા. દીઠ ભાવ 4.95 લાખ!

નિકાસબજારમાં કેસરનો કિ.ગ્રા. દીઠ ભાવ 4.95 લાખ!


  • ઈરાનથી નિકાસ ધીમી થતા ભારતના ઉત્પાદકોને લાભ
  • કેસરનો એક કિલોગ્રામનો ભાવ એક નવીનક્કોર કાર આવી જાય તેટલો!
  • એક કિ.ગ્રા. કેસરનો ભાવ પાંચ લાખની નજીક એટલે કે, રૂ.4.95 લાખ થયો

   તમને જાણીને નવાઈ લાગશે પણ હાલના સમયમાં આ હકીકત છે. કેસરનો એક કિલોગ્રામ ભાવ તમે કેટલો ધારી શકો?, હાલના સમયમાં એક કિ.ગ્રા. કેસરનો ભાવ એટલો છે કે, તેના ભાવમાં નવીનક્કોર કાર આવી જાય. એક કિ.ગ્રા. કેસરનો ભાવ પાંચ લાખની નજીક એટલે કે, રૂ.4.95 લાખ થયો છે. આ જંગી ભાવ વધારાનું કારણ પિૃમ એશિયામાં જારી ભૌગોલિક રાજ્કીય તણાવ છે. ઈરાનમાં હાલમાં જારી તંગદિલીને કારણે કેસરની નિકાસ પર અસર થઈ છે. ઈરાન કેસરની મોટી પેદાશ કરતો દેશ છે. પણ હાલ ત્યાં જે તણાવ પ્રવર્તી રહ્યો છે તેનો લાભ ભારતના ઉત્પાદકો અને મસાલાના વેપારીઓને થઈ રહ્યો છે. ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં કેસરની સૌથી વધુ પેદાશ થાય છે. છેલ્લા મહિનામાં જથ્થાબંધ સ્તરે ભાવમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે જ્યારે છૂટક સ્ટોર્સમાં લગભગ 27 ટકા જેટલો ભાવ વધારો થયો છે, એમ ઉત્પાદકો અને વેપારીઓએ જણાવ્યું હતું. જથ્થાબંધ બજારમાં સારી ગુણવત્તાનું ભારતીય કેસર કિ.ગ્રા. દીઠ રૂ.3.5 લાખથી રૂ.3.6 લાખના ભાવે વેચાય છે. પિૃમ એશિયામાં શરૂ થયેલી હાલની તંગદિલી સમયે કેસરનો કિ.ગ્રા. દીઠ ભાવ રૂ.2.8 લાખથી રૂ.ત્રણ લાખ હતો. રિટેલમાં તેની કિંમત રૂ.4.95 લાખ પ્રતિ કિલોગ્રામ જેટલી ઊંચી હોઈ શકે છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments