Tuesday, July 16, 2024
HomeBUSINESSShare Market:માર્ચમાં 94 કરોડનો આઉટફ્લો ,એપ્રિલમાં 2,209 કરોડનો ઇનફ્લો

Share Market:માર્ચમાં 94 કરોડનો આઉટફ્લો ,એપ્રિલમાં 2,209 કરોડનો ઇનફ્લો


  • રિટેલ ઇન્વેસ્ટર્સમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરોનું આકર્ષણ અકબંધ
  • મિડ કેપ ફંડોમાં પણ ઇનફ્લોનો આંકડો રૂ. 1,018 કરોડથી વધીને રૂ. 1,793 કરોડ
  • મ્યુચ્યુઅલ ફંડોની સ્મોલ કેપ અને મિડ કેપ સ્કીમ આકર્ષમનું કેન્દ્ર

2022-23માં શેરબજારમાં તેજીને પગલે નાના રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફંડોની સ્મોલ કેપ અને મિડ કેપ સ્કીમ આકર્ષમનું કેન્દ્ર બની હતી. જોકે ફેબ્રુઆરી, 2024ના ઉત્તરાર્ધમાં સેબીએ આ શેરોના ઊંચા ભાવો અંગે ચિંતા વ્યક્ત કરી અને 19મી ફેબ્રુઆરીથી બજારમાં મંદીની ચાલ શરૂ થઇ તે પછી માર્ચ મહિનામાં આ રોકાણકારો સચેત બન્યા હોય એમ સ્મોલ કેપ ફંડોમાં આવતો રોકાણનો પ્રવાહ ઘટયો હતો અને આ ફંડોમાં રૂ. 94 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જોકે એપ્રિલના આંકડા જાહેર થયા એ મુજબ રિટેલ ઇન્વેસ્ટર્સમાં આ શેરોનું આકર્ષણ અકબંધ રહ્યું છે અને આ મહિનામાં સ્મોલ કેપ ફંડોમાં રૂ. 2,209 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો છે. મિડ કેપ સ્કીમોમાં પણ કંઇક આવું જ વલણ જોવા મળ્યું છે. માર્ચ મહિનામાં આ સ્કીમોમાં રૂ. 1,018 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો, જે એપ્રિલમાં વધીને રૂ. 1,793 કરોડ થયો છે. તેનાથી વિપરીત લાર્જ-કેપ ફંડ્સના પ્રવાહમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે અગાઉના મહિનામાં રૂ.2,128 કરોડની સરખામણીએ રૂ.358 કરોડ પર સ્થિર થયો હતો.

એપ્રિલમાં ઈન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ લેન્ડસ્કેપમાં ભારે વંટોળનો અનુભવ થયો હતો. કેમ કે, નેટ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પ્રવાહ માર્ચમાં રૂ.22,576 કરોડથી ઘટીને એપ્રિલમાં રૂ.18,888 કરોડ થયો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એએમએફઆઈ)ના રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો થયો હતો. બજારમાં થયેલી આ ભારે ઉથલપાથલ દેશમાં હાલ જારી રાજ્કીય વાતાવરણને આભારી છે. બીજી તરફ હાઈબ્રિડ ફંડ્સ અસાધારણ પ્રદર્શન કરનાર કેટેગરી તરીકે ઉભરી આવ્યા હતા. માર્ચમાં રૂ.5,584 કરોડની સરખામણીએ એપ્રિલમાં રૂ.19,863 કરોડ સુધી પહોંચતા નાણાપ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ ઉછાળો ઈક્વિટી અને દેવાનું મિશ્રાણ ઓફર કરતાં વૈવિધ્યસભર રોકાણ વિકલ્પો માટે રોકાણકારોની પસંદગી દર્શાવે છે. જો કે લિક્વિડ ફંડ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ) કેટેગરીમાં હલચલ મિશ્રિાત ચિત્ર રજૂ કરે છે. લિક્વિડ ફંડ્સમાં અગાઉના મહિનામાં નાણાં પ્રવાહ રૂ.1.58 લાખ કરોડ હતો. જે એપ્રિલમાં ઘટીને રૂ.1.03 લાખ કરોડ થયો હતો. જે બજારની અનિશ્ચિતતાઓ વચ્ચે પ્રમાણમાં સુરક્ષિત માર્ગો તરફ રોકાણકારોની પસંદગીમાં ફેરફાર સૂચવે છે. એ જ રીતે ઈટીએફનો નાણાં પ્રવાહ પણ રૂ.10,560 કરોડથી ઘટીને રૂ.5,747 કરોડ થયો છે. ટેક્સ સેવિંગ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જેને સામાન્ય રીતે ઈએલએસએસ ફંડ્સ તરીકે ઓળખવામાં આવે છે, તેણે પ્રવાહમાં આૃર્યજનક પ્રતિકૂળતા નોંધાવી હતી. માર્ચમાં રૂ.1,789 કરોડના પ્રવાહથી એપ્રિલમાં રૂ.144 કરોડના આઉટફ્લોમાં પરિવર્તિત થયો. આ અણધારો ઘટાડો રોકાણકારો દ્વારા કર બચત વ્યૂહરચનાઓનું પુનઃમૂલ્યાંકન સૂચવે છે. એ જ રીતે ક્રેડિટ રિસ્ક ફંડ્સમાં માર્ચમાં રૂ.321 કરોડની સરખામણીએ એપ્રિલમાં રૂ.359 કરોડનો સાધારણ આઉટ્ફ્લો જોવા મળ્યો હતો. ડેબ્ટ સેગમેન્ટમાં કુલ ઈનફ્લો રૂ.1.90 લાખ કરોડ હતો. જે અગાઉના મહિનાના રૂ.1.98 કરોડના આઉટફ્લો કરતાં થોડો ઘટાડો દર્શાવે છે. નજીવા ઘટાડા છતાં સેગમેન્ટે સ્થિરતા જાળવી રાખી હતી.

SIPમાં ઈનફ્લો નવા શિખરે રૂ.20,000 કરોડનો આંક વટાવ્યો

એપ્રિલમાં સૌ પ્રથમ વખત સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી)માં નાણાં પ્રવાહ રૂ.20,000 કરોડના આંકને વટાવી ગયો હતો. એસઆઈપીમાં થયેલા આ વધારા અંગે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આ સેગમેન્ટમાં વિક્રમજનક વધારો એ વાત દર્શાવે છે કે, રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડ્રસ્ટ્રીઝથી ઘણી આશાઓ છે. તેઓ આ ક્ષેત્રમાં પોતાની બચતોનું રોકાણ કરી અને એસઆઈપીના માધ્યમથી લાંબા ગાળે પોતાની સંપત્તિમાં વધારો કરવા ઈચ્છે છે. જો કે એપ્રિલમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નેટ ઈનફ્લો ક્રમિક રીતે ઘટીને 16.4 ટકા સાથે રૂ.18,917.1 કરોડના મથાળે પહોંચ્યો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments