Tuesday, July 16, 2024
HomeBUSINESSસાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 1.64 ટકા, નિફ્ટી 1.86 ટકા ઘટીને બંધ

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 1.64 ટકા, નિફ્ટી 1.86 ટકા ઘટીને બંધ


  • છેલ્લા બે મહિનાનું સૌથી ખરાબ સપ્તાહ, નિફ્ટીએ 22,000ની સપાટી ફરી પ્રાપ્ત કરી
  • સેન્સેક્સમાં 0.36 ટકાના વધારાની તુલનાએ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બન્ને 0.8 ટકા વધીને બંધ
  • બીએસઇ સેન્સેક્સ 260 પોઇન્ટ એટલે કે 0.36 ટકા વધીને 72,664ના સ્તરે બંધ

   સાનુકૂળ વૈશ્વિક પરિબળો અને ઘટેલા બજારમાં વેલ્યુ બાઇંગને પગલે સતત પાંચ સેશન સુધી ઘટાડા સાથે બંધ રહ્યા બાદ શુક્રવારે ભારતીય શેરબજારના સુચકાંકો વધીને બંધ રહ્યા હતા, જેના માટે આઇટીસી, રિલાયન્સ અને ભારતી એરટેલ જેવા શેરોમાં જોવા મળેલી લેવાલી જવાબદાર હતી. જોકે ચાલુ સપ્તાહના પહેલાં ચાર દિવસ અને તેમાંય ખાસ કરીને ગુરુવારે બજારમાં જોવા મળેલા કડાકાના પગલે સુચકાંકો સાપ્તાહિક ધોરણે 1.86 ટકા સુધીનાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સાપ્તાહિક ધોરણે જોવા મળેલો આ ઘટાડો છેલ્લા બે મહિનાનો સૌથી ખરાબ ઘટાડો છે. સેન્સેક્સમાં સાપ્તાહિક ધોરણે 1,214 પોઇન્ટ એટલે કે 1.64 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી 420 પોઇન્ટ એટલે કે 1.86 ટકા ઘટીને બંધ રહ્યો હતો. આજે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.25 લાખ કરોડ વધતાં સમગ્ર સપ્તાહના પાંચ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં થયેલા ધોવાણનો આંકડો રૂ. 9.41 લાખ કરોડ થયો હતો.

  આજે સેશનના અંતે બીએસઇ સેન્સેક્સ 260 પોઇન્ટ એટલે કે 0.36 ટકા વધીને 72,664ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 98 પોઇન્ટ એટલે કે 0.44 ટકા વધીને 22,055ના મથાળે બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોમાંથી એનટીપીસી, પાવર ગ્રીડ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ અને આઇટીસી 2થી 3 ટકા જેટલા વધીને ટોપ ગેઇનર્સ રહ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, મારૂતિ સુઝુકી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ વધારા સાથે બંધ રહ્યા હતા. બીજી તરફ ટીસીએસ, ઇન્ફોસીસ, વિપ્રો, એચડીએફસી બેંક અને એમ એન્ડ એમ ટોપ લુઝર્સમાં સમાવિષ્ટ છે. દિવસ દરમિયાન સેન્સેક્સ 72,946ની હાઇ બનાવી 73,000ની નજીક ગયો હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે, એવી આશાએ વૈશ્વિક બજારોમાં મજબૂતાઇ જોવા મળી હતી જેેને પગલે ભારતીય શેરબજારોમાં પણ એકદંરે તેજી રહી હતી. ભારત પેટ્રોલિયમમાં સારા પરિણામોને પગલે શેરમાં 4.5 ટકાનો વધારો નોંધાતા નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.2 ટકા વધ્યો હતો. આ સિવાય નિફ્ટી એફએમસીજી, મેટલ, હેલ્થકેર અને કન્ઝયુમર ડયુરેબલ્સ ઇન્ડેક્સમાં પણ 1 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો.

   વ્યાપક બજારની વાત કરીએ તો મિડ કેપ અને સ્મોલ કેપ શેરોએ આઉટપર્ફોમ કર્યું હતું અને સેન્સેક્સમાં 0.36 ટકાના વધારાની તુલનાએ બીએસઇ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ બન્ને 0.8 ટકા વધીને બંધ રહ્યા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments