Monday, July 22, 2024
HomeIPLIPL 2024:BCCIએ ગુજરાત ટાઇટન્સને ફટકારી સજા,શુભમન ગિલને લાગ્યો આટલો દંડ

IPL 2024:BCCIએ ગુજરાત ટાઇટન્સને ફટકારી સજા,શુભમન ગિલને લાગ્યો આટલો દંડ


  • ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 35 રને જીતી મેળવી
  • BCCIએ કેપ્ટન શુભમન ગિલ તેમજ સમગ્ર ગુજરાતની ટીમને દંડ ફટકાર્યો
  • ગુજરાત ટાઇટન્સને સ્લો ઓવર રેટ માટે BCCIએ દંડ ફટકાર્યો
IPL 2024માં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 10 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. શુભમન ગીલની ટીમ ગુજરાતે આ મેચ 35 રને જીતીને ગુજરાતે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. CSK પર જીત મેળવ્યા બાદ BCCIએ કેપ્ટન શુભમન ગિલ તેમજ સમગ્ર ગુજરાતની ટીમને દંડ ફટકાર્યો છે.
ટીમને  ધીમી ઓવર રેટ માટે  ફટકાર્યો દંડ 
ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ ધીમી ઓવર રેટ માટે  દંડ ફટકાર્યો હતો. જેના કારણે BCCIએ IPL આચાર સંહિતા હેઠળ કેપ્ટન શુભમન ગિલ પર 24 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ગુજરાતની ટીમ આ સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હોવાથી આ વખતે ટીમના તમામ ખેલાડીઓને 6 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જેમાં ઈમ્પેક્ટ પ્લેયર પણ સામેલ છે.

ગુજરાતે તેની પાંચમી જીત હાંસલ કરી
ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ સિઝનમાં પાંચમી જીત હાંસલ કરી છે. અત્યાર સુધી ગુજરાત આ સિઝનમાં 12 મેચ રમી ચૂક્યું છે. જેમાંથી ટીમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતની ટીમ હજુ પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. CSK સામે ગુજરાતના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને ગિલ અને સાઈ સુદર્શને જે રીતે સદી ફટકારી, તેનાથી ટીમને જીત અપાવવામાં ઘણી મદદ મળી. આ મેચમાં ગુજરાત તરફથી બેટિંગ કરતા કેપ્ટન શુભમન ગિલે 104 રન અને સાઈ સુદર્શને 103 રન બનાવ્યા હતા.
CSKની છઠ્ઠી હારનો સામનો 
ગુજરાત તરફથી જીતવા માટેના 231 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે CSKની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 196 રન જ બનાવી શકી હતી. આ મેચમાં CSKનો ટોપ ઓર્ડર ફ્લોપ સાબિત થયો હતો. કેપ્ટન ગાયકવાડ મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. CSK તરફથી બેટિંગ કરતી વખતે ડેરિલ મિશેલે સૌથી વધુ 63 રનની ઇનિંગ રમી હતી. આ સીઝનમાં CSKની આ છઠ્ઠી હાર છે.









Source link

- Advertisment -

Most Popular

Recent Comments