Tuesday, July 16, 2024
HomeBUSINESSPFમાં વિદેશી કામદારોનો સમાવેશ ગેરબંધારણીય : કર્ણાટક હાઈકોર્ટ

PFમાં વિદેશી કામદારોનો સમાવેશ ગેરબંધારણીય : કર્ણાટક હાઈકોર્ટ


  • વિદેશીઓને લાભ આપવા કાયદામાં 15 વર્ષ પહેલાં સુધારો કરાયો હતો
  • હજારો કામદારોને અસરકર્તા આ આદેશને EPFO દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારાશે
  • જ્યારે કાનૂની મર્યાદા દર મહિને રૂ.15,000 ઘરેલૂં કામદારોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે

  વિદેશી કામદારોને પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન સ્કીમમાં સામેલ કરવા માટે કાયદામાં સુધારો કરાયાના 15 વર્ષો બાદ હવે કર્ણાટક હાઈકોર્ટએ આ જોગવાઈને ગેરબંધારણીય અને મનસ્વી ગણાવી છે. આ એક એવો ઘટનાક્રમ છે જેને સરકાર અને એમપ્લોઈઝપ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન ઈપીએફઓ) દ્વારા સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી શકે છે. વડી અદાલતનો આ હુકમ સામાજિક સલામતીની યોજનામાં યોગદાન આપનારા હજારો વિદેશી કર્મચારીઓ અથવા હાલ જેઓ તેનો ભાગ છે, તેને અસરકર્તા છે.

  એજ્યુકેશન, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાંથી અપીલકર્તાઓ તરીકે સામેલ લોકો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, જોગવાઈઓ કાનૂન માટે બધા સરખાં એવું સૂચિત કરતાં બંધારણના આર્ટિકલ 14થી પ્રભાવિત છે. અરજદારોની ફરિયાદ એવી હતી કે, વિદેશી કામદારોને તેમના પગારને ધ્યાનમાં લીધા વિના પીએફ યોજનામાં હેઠળ આવરી લેવામાં આવે છે, જ્યારે કાનૂની મર્યાદા (એટલે કે દર મહિને રૂ.15,000) વટાવતા માસિક પગાર કમાતા ઘરેલૂં કામદારોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે છે. વિદેશી કામદારો મર્યાદિત સમયગાળા માટે ભારતમાં હોય છે અને તેમના સમગ્ર વૈશ્વિક પગારના આધારે પીએફમાં ફાળો આપવાનું ફરજિયાત કરવાથી ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments