Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness News: મસાલાઓમાં કૅન્સરજન્ય કેમિકલ મુદ્દે સરકાર કડક, નિકાસકારોએ રહેવું પડશે સાવધાન

Business News: મસાલાઓમાં કૅન્સરજન્ય કેમિકલ મુદ્દે સરકાર કડક, નિકાસકારોએ રહેવું પડશે સાવધાન


  • મસાલાઓમાં કૅન્સર થતા કેમિકલ પર સરકાર આકરાં પાણીએ
  • નિકાસકારોને નિકાસ પહેલા મસાલામાં કૅન્સરકારક તત્વો નથી તેવો ટેસ્ટ કરાવવો પડશે
  • ભવિષ્યમાં નિકાસકારો આવી ભૂલ ન કરે તેનું ધ્યાન રાખવું પડશે

દેશમાંથી વિદેશ નિકાસ થતા ગરમ મસાલાઓને લઈ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ અંગે સરકારે મસાલા મુદ્દે સરકાર ચિંતિત છે અને કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે. જેથી સરકારે મસાલા નિકાસ કરતા નિકાસકારોને મહત્ત્વપૂર્ણ પગલાં ભરવા આદેશ આપી દીધો છે. નિકાસકારોને મસાલામાં કોઈપણ પ્રકારનું કૅન્સરકારક તત્વો ન હોય તેમજ ભવિષ્યમાં દેનું પુનરાવર્તન ન થાય તેવા પગલાં લેવા પડશે.

નિકાસ કરતા મસાલામાં કેમિકલ

 મસાલા બોર્ડે દેશથી નિકાસ થતા ઉત્પાદનમાં કૅન્સરકારક રસાયણ એથિલિન ઓક્સાઈડના વપરાશ પર નિકાશકારોને વ્યાપક દિશાનિર્દેશો જાહેર કરી છે. કેટલાક મસાલા ઉત્પાદકોને તાજેતરમાં કેટલાક દેશોના ગુણવત્તા સંબંધિત ચિંતા વ્યક્ત કરવાને લઈ આ પગલું લીધું છે. નિકાસકારોને દિશાનિર્દેશો પ્રમાણે મસાલાઓમાં રોગ કરતા કિટાણુ અને કૅન્સરકારક તત્વો કોઈપણ પ્રકારમાં વપરાય નહિ તેનાથી બચવું પડશે. આ સિવાય આ મસાલાને ટ્રાંસપોર્ટેશન, ગોડાઉન, સ્ટોર વગેરેમાં કોઈપણ પ્રકારનો રસાયણ વપરાશ ન કરવાનું કહેવાયું છે.

મસાલામાં ETOના ઉપયોગ પર સ્ટે મુકાયો

આમાં કહેવામાં આવ્યું છે કે નિકાસકારોએ સપ્લાય ચેનમાં મસાલા તથા મસાલા ઉત્પાદકોમાં ઈટીઓ અને મેટાબોલાઈઠની હાજરી નક્કી કરવા પૂરતા ઉપાય કરવા પડશે. નિકાસકારોએ લઈસ કેમિકલને એક ખતરાના રૂપમમાં પણ ઓળખવામાં આવશે અને પોતાના ખાદ્ય સુરક્ષા મેનેજમેન્ટ રીતમાં ખતરાનું એનાલિસિસ બિંદુઓમાં ઈટીઓ રોકવા માટે પગલાં ભરવા પડશે.

ઈટીઓ ટેસ્ટ કરવા નિકાસકારોને સૂચના

નવ પેજના દિશા-નિર્દેશમાં કહેવાયું છે કે નિકાશકારોએ કાચો માલ, પેકેજિંગ અને તૈયાર માલમાં ઈટીઓનો ટેસ્ટ કરાવવો પડશે. પુરવઠાના કોઈપણ જથ્થામાં કોઈપણ તબક્કામાં ઈટીઓની જાણ થશે તો નિકાસકારોને એનાલિસિસ કરી ભવિષ્યમાં આના પુનરાવર્તનથી બચવું પડશે. અને તેના યોગ્ય ઉપાય કરવા પડશે.

આ દિશા-નિર્દેશમાં હોંગકોંગ અને સિંગાપુર દ્વારા લોકપ્રિય મસાલા બ્રાંડ એમડીએસ અને એવરેસ્ટના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યા પછી આવ્યો છે. આના ઉત્પાદનોમાં કૅન્સરકારક રસિયાણ એથિલિન ઓક્સાઈડ જોવા મળ્યા પછી ઉત્પાદનોને દુકાનોમાંથી પરત મંગાવી લીધો છે. નાણાકીય વર્ષ-2023-24માં ભારત મસાલા નિકાસ કુલ 4.25 અબજ અમેરિકી ડોલર હતું. જે વૈશ્વિક મસાલા નિકાસના 12 ટકા છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments