Tuesday, July 16, 2024
HomeBUSINESSStock News: ભારતીય શેરબજાર 260 પોઈન્ટના વધારા સાથે બંધ

Stock News: ભારતીય શેરબજાર 260 પોઈન્ટના વધારા સાથે બંધ


  • NSEના નિફ્ટીમાં 0.44%નો વધારો
  • BSEના સેન્સેક્સમાં 0.34%નો વધારો
  • સેન્સેકસ 260 પોઈન્ટના સુધારા સાથે બંધ
ભારતીય શેરબજાર આજે એટલે કે, 10મેએ શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. સવારે પણ માર્કેટ તેજી સાથે ઓપન થઈ કારોબાર કર્યો હતો. ભારતીય શેરબજારમાં આજે ચાલી રહેલા ઘટાડા પર બ્રેક લાગી છે. એફએમસીજી, એનર્જી અને ઓટો શેરોમાં ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. નિફ્ટી ફરી 22,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે.
આજે બજાર માટે રાહતની વાત છે કે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોની ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે 72,664 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 98 પોઈન્ટના ઉછાળા સાથે 22,055 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments