Tuesday, July 16, 2024
HomeBUSINESSBusiness News: એર ઈન્ડિયા એક્સપ્રેસના પાયલટોએ હડતાળ પરત ખેંચી

Business News: એર ઈન્ડિયા એક્સપ્રેસના પાયલટોએ હડતાળ પરત ખેંચી


  • એરલાઈન પ્રતિનિધિ અને પાયલોટ વચ્ચે બેઠક બાદ હડતાળ પરત લેવાઈ
  • હડતાળને લીધે 170થી વધુ ફલાઈટ રદ્દ કરાઈ હતી
  • તમામ પાયલોટ અને ક્રૂ સભ્યો સિક લીવ હેઠળ સામૂહિક રજા પર ચાલ્યા ગયા હતા

એર ઈન્ડિયા એક્સપ્રેસના પાયલોટ અને ક્રૂ સભ્યના એક વર્ગે હડતાળ પરત લેવા અને કામ પર પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. એરલાઈન મેનેજમેન્ટે ક્રૂ સભ્યોના મુદ્દાઓ પર ધ્યાન આપવાના આશ્વાન પછી આ પગલું લીધું હતું. જ્યારે એરલાઈનના ક્રૂ 25 સભ્યોએ બરતરફી પત્ર પરત લેવાની સહમતી દર્શાવી છે. ટાટા જૂથના માલિકીના એરલાઈને મંગળવારે રાતથી 170 ફલાઈટ્સ રદ્દ કરી હતી. જેથી હડતાળ સમાપ્ત થતા પ્રવાસીઓને હાલાકી ઓછી થશે.

તમામ પાયલોટ સિક લીવ પર ચાલ્યા ગયા

એરલાઈનમાં કથિત કથળેલા મેનેજમેન્ટના વિરોધમાં પાયલટ સભ્યોના એક વર્ગે બીમાર હોવાની સૂચના પછી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફલાઈટ્સ રદ્દ કરી દીધી હતી. દેશની રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય મુખ્ય શ્રમ પંચની કચેરીમાં પાયલોટ અને અન્ય સભ્યોના પ્રતિનિધિઓની એરલાઈન પ્રતિનિધિઓ વચ્ચે મહત્ત્વની બેઠક પછી હડતાળ અને બરતરફી પત્ર પરત લેવા સહમતી બની હતી.

 28મેએ પાછી બેઠક મળશે

આ બેઠક એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પલોયઝ યુનિયન અને એરલાયન મેનેજમેન્ટના પ્રતિનિધિઓ વચ્ચે આશરે પાંચ કલાક ચાલી હતી. આ યુનિયન ભારતીય મજૂર સંઘ સાથે જોડાયેલ છે. બેઠક બાદ અખીલ ભારતીય સચિવે જણાવ્યું કે એર ઈન્ડિયા એક્સપ્રેસના 25 પાયલટ સભ્યોની બરતરફી પરત લેવામાં આવી છે. તેમને જણાવ્યું કે બંને પક્ષ મુદ્દા પર ચર્ચા કરશે અને 28 મેના રોજ ફરી બેઠક કરશે. બંને પક્ષોના હસ્તાક્ષર કરેલા ડોક્યમેન્ટ પ્રમાણે વિગતે ચર્ચા અને કરી હતી. આ સિવાય મુખ્ય શ્રમ પંચની અપીલ બાદ યુનિયન પ્રતિનિધિ આ વાત પર એક થયા કે પાયલોટ દળના જે સભ્યો બીમારીનું કહી રજા પર ગયા છે તે આરોગ્યનું પ્રમાણપત્રની સાથે કામ પર પરત આવશે.

લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો

કેરળના જુદાજુદા એરપોર્ટથી બીજા દેશોની યાત્રા કરવા જતા પ્રવાસીઓને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફલાઈટ્સને ગુરુવારે સતત બીજા દિવસે કેન્સલ થતા ખૂબ આક્રોશમાં જોવા મળ્યા હતા. તિરુવંનંતપુરમ્, કોચ્ચિ અને કન્નૂર એરપોર્ટ પર પ્રવાસીઓને એ સમયે નિરાશા સાપડી જયારે ખાડી દેશોની ફલાઈટ બીજા દિવસે છેલ્લી ઘડીએ રદ્દ કરી હતી. અચાનક ફલાઈટ રદ્દ કરતા લોકોમાં ઘણો રોષ જોવા મળ્યો હતો. તેઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments