Monday, July 22, 2024
HomeBUSINESSRBIના ઈન્ફ્રા લોન અંગે ઉકળતો ચરું : સરકાર સૂચિત નિયમોની સમીક્ષા કરાશે

RBIના ઈન્ફ્રા લોન અંગે ઉકળતો ચરું : સરકાર સૂચિત નિયમોની સમીક્ષા કરાશે


  • નવી હિલચાલ ધિરાણકર્તાઓને વ્યાજદરો વધારવા તરફ દોરી જશે, મૂડી ખર્ચની ગતિને પાટા પરથી ઉતારી શકે
  • બેંક, એનબીએફસી મધ્યસ્થ બેંકના પ્રસ્તાવ અંગે લડી લેવાના મૂડમાં
  • ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડ્રાફ્ટ નિયમો અંગે સરકારે સમીક્ષા હાથ ધરી

   ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ માટેની લોનમાં ઉચ્ચ જોગવાઈઓ માટેના ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડ્રાફ્ટ નિયમો અંગે સરકારે સમીક્ષા હાથ ધરી છે. બીજી તરફ ધિરાણકર્તાઓ વિવિધ મુદ્દાને લઈ આ પ્રસ્તાવનો વિરોધ કરે તેવી શકયતા છે. આ મામલે અધિકારીઓ તરફથી એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે નવી હિલચાલ ધિરાણકર્તાઓને વ્યાજદરો વધારવા તરફ દોરી જશે અને કેપિટલ એક્સપેન્ડિચરની ગતિને પાટા પરથી ઉતારી શકે છે.

  દરખાસ્તના મૂલ્યાંકનની કવાયત બાદ, ડ્રાફ્ટ નિયમો અંગે પરામર્શ દરમિયાન બેંકિગ નિયમનકાર સાથે ચર્ચા કરવામાં આવશે. પ્રસ્તાવના અનાવરણથી એક દિવસ અગાઉ સરકારી માલિકીની બેંકો, નોન-બેંકિગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના શેરોનું ધોવાણ થયું હતું, કેમ કે રોકાણકારોને ચિંતા હતી કે, જો આ માપદંડો લાગૂ કરવામાં આવશે તો તેનાથી નાણાંકીય સ્થિતિ પર વિપરીત અસર પડી શકે છે.

   કોકડું ગુંચવાતા નાણાં મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ મુસદ્દો દિશા-નિર્દેશો છે અને પરામર્શ પ્રક્રિયા જારી છે. તમામ હિતધારકો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગને ટેકો આપતી વખતે જોખમોનું સંચાનલ કરવા માટે સર્વસંમત ઉપાય શોધવાનો પ્રયાસ કરાશે . જો આ મામલે બેંકો અને અન્ય મંત્રાલયો કોઈ ચિંતા વ્યક્ત કરાશે તો તેની જાણકારી આરબીઆઈને આપવામાં આવશે. નોંધનીય છે કે, નિયમનકારે પોતાના પ્રસ્તાવિત નિર્દેશો અંગે 15મી જૂન સુધીમાં પ્રતિક્રિયાઓ આપવા જણાવ્યું છે.

   બીજી તરફ બેંકો અને એનબીએફસીએ જોગવાઈઓમાં તીવ્ર વધારા વિરૂદ્ધ મધ્યસ્થ બેંક સામે શિંગડા ભેરવવાનું મન બનાવ્યું છે. આ સાથે બેંકો અને એનબીએફસી તરફથી એવી દલીલ કરવામાં આવી છે કે, વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આરબીઆઈની આ કવાયત ભારતને સૌથી ઝડપથી વિકસતિ મુખ્ય અર્થવ્યવસ્થા બનાવવાની ગતિ આડે અવરોધ પેદા કરી શકે છે. બેંકો અને એનબીએફસી પણ ઈન્ડિયન બેંક્ એસોસિએશન (આઈબીએ) મારફત આરબીઆઈની આ દરખાસ્તો સામે પોતાના મંતવ્યો રજૂ કરે તેવી શકયતા છે. તેઓ દલીલ કરાશે કે, જારી યોજનાઓ માટે ઉચ્ચ જોગવાઈઓ લાગુ કરવાથી તેમની કાર્યક્ષમતા પર અસર થવા સાથે ખર્ચમાં વધારો થઈ શકે છે. આ તમામ પ્રતિકૂળ સ્થિતિ લોનમાં વિલંબ અને તણાવ પેદા કરાશે .Source link

- Advertisment -

Most Popular

Recent Comments