Monday, July 22, 2024
HomeIPLIPL 2024: શું હૈદરાબાદે તોડ્યું મુંબઇનું સપનું? પ્લેઓફમાંથી MI થયું બહાર!

IPL 2024: શું હૈદરાબાદે તોડ્યું મુંબઇનું સપનું? પ્લેઓફમાંથી MI થયું બહાર!


  • LSG સામે રમાયેલી મેચમાં SRH એ ઐતિહાસિક જીત હાંસલ કરી
  • હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં મેળવી લીધો
  • મુંબઈનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થશે

લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. સનરાઇઝર્સે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં 10 વિકેટે મેળવી લીધો હતો. સનરાઈઝર્સની આ ઐતિહાસિક જીત બાદ મુંબઈ ઈન્ડિયન્સનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ સત્તાવાર રીતે બહાર!

મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે કારણ કે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાતી મેચ જીતીને ટીમોમાંથી એક 14 પોઈન્ટ મેળવશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ તેમની આગામી મેચોમાં મહત્તમ 12 પોઈન્ટ જ બનાવી શકે છે. આ રીતે મુંબઇ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

આ મેચ જીત્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સ તેની બાકીની ત્રણ મેચમાંથી એક મેચ જીતે તો પણ MI બહાર થઈ જશે. તેથી આ ખતરો મુંબઈ પર ઘણા સમયથી મંડરાઈ રહ્યો હતો. સનરાઇઝર્સની જીત બાદ આ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

CSKની એક જીત સાથે મુંબઈ બહાર થશે

આ મેચ જીત્યા બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જો ચેન્નાઈ સુપર કિંગ્સ તેની બાકીની ત્રણ મેચમાંથી એક મેચ જીતે તો પણ MI બહાર થઈ જશે. તેથી આ ખતરો મુંબઈ પર ઘણા સમયથી મંડરાઈ રહ્યો હતો. સનરાઇઝર્સની જીત બાદ આ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. MI IPL 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની શકે છે.

ત્રણ ટીમોને ખતરો

મુંબઈ ઈન્ડિયન્સની સાથે હવે ગુજરાત ટાઈટન્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ ખતરામાં છે. ત્રણેય ટીમોના 8-8 પોઈન્ટ છે. આ ત્રણેય ટીમો વધુમાં વધુ 14 પોઈન્ટ જ બનાવી શકે છે. સન રાઇઝર્સ હૈદરાબાદે 14 પોઇન્ટ મેળવ્યા છે. જ્યારે ત્રણેય ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સના 12-12 પોઈન્ટ છે.

અત્યાર સુધી કોઈ ટીમ ક્વોલિફાઈ નથી થઈ

ખાસ વાત એ છે કે અત્યાર સુધી કોઈપણ ટીમ IPL 2024ના પ્લેઓફ માટે ક્વોલિફાય નથી થઈ શકી, પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સન રાઈઝર્સ હૈદરાબાદની સફર થોડી સરળ લાગી રહી છે. KKR અને LSGના 16-16 પોઈન્ટ છે. આ રીતે આઈપીએલ પ્લેઓફની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે. આ વખતે કઈ 4 ટીમ પ્લેઓફમાં પ્રવેશ કરે છે તે જોવું રહ્યું.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments