Tuesday, July 16, 2024
HomeIPLDC vs RR: મેચ જીતીને દિલ્હી કેપિટલ્સને થયો ફાયદો

DC vs RR: મેચ જીતીને દિલ્હી કેપિટલ્સને થયો ફાયદો


  • રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો
  • દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને જીતવા માટે 221 રનનો ટાર્ગેટ આપ્યો
  • રાજસ્થાને 201 રન બનાવ્યા હતા

દિલ્હી કેપિટલ્સ ટીમે રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવ્યું અને આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ ટીમે તેની પ્લેઓફની આશા જીવંત રાખી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી કેપિટલ્સે રાજસ્થાનને જીતવા માટે 221 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં રાજસ્થાને 201 રન બનાવ્યા હતા. આ જીત સાથે દિલ્હીના 12 મેચમાં છ જીતથી 12 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સને એક સ્થાનનો ફાયદો થયો છે. રાજસ્થાન રોયલ્સ ટીમ 11 મેચમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.

રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે ઇનિંગ્સના બીજા બોલ પર યશસ્વી જયસ્વાલ (04)ની વિકેટ ગુમાવી દીધી હતી, જે ખલીલ અહેમદના બોલ પર મિડ-ઓફ પર અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો હતો. કેપ્ટન સંજુ સેમસન શરૂઆતથી જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. બટલરે અક્ષર પટેલ પર સિક્સર ફટકારી હતી પરંતુ તે પછીના બોલ પર બોલ્ડ થયો હતો. તેણે 19 રન બનાવ્યા હતા.

રોયલ્સને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 37 રનની જરૂર હતી

પાવર પ્લેમાં રોયલ્સે બે વિકેટે 67 રન બનાવ્યા હતા. રિયાન પરાગે (22 બોલમાં 27 રન, ત્રણ સિક્સર, એક ફોર)એ અક્ષર અને કુલદીપ યાદવ પર સિક્સ ફટકારીને સારી શરૂઆત કરી હતી અને ત્યારબાદ 11મી ઓવરમાં રસિક સલામ પર સિક્સર ફટકારીને ટીમના સો રન પૂરા કર્યા હતા. જો કે તે જ ઓવરમાં તેને રસિકે બોલ્ડ કર્યો હતો.

સંજુ સેમસન સદી ચૂકી ગયો

સંજુ સેમસને 28 બોલમાં કુલદીપને ફ્રી હિટ પર સિક્સર વડે પોતાની અડધી સદી પૂરી કરી હતી. સેમસને રસિકના બોલ પર બે સિક્સ અને એક ફોર ફટકારી હતી જ્યારે શુભમ દુબેએ પણ ચોગ્ગા અને છગ્ગા સાથે રનરેટ વધાર્યો હતો. રોયલ્સને છેલ્લી પાંચ ઓવરમાં જીતવા માટે 63 રનની જરૂર હતી. ત્યારબાદ કુલદીપે ડોનોવન ફરેરા (01) અને રવિચંદ્રન અશ્વિન (02)ને પેવેલિયન મોકલ્યા હતા. રોયલ્સને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે 37 રનની જરૂર હતી પરંતુ ટીમ લક્ષ્યથી દૂર રહી હતી. સંજુ સેમસન સિવાય અન્ય કોઈ બેટ્સમેન ટીમ માટે મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. સંજુ સેમસને ચોક્કસપણે લડાયક ઇનિંગ્સ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો.

અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી

ઋષભ પંત માત્ર 15 રન બનાવી શક્યો હતો. ગુલબદ્દીન નાયબે 19 રન બનાવ્યા હતા. ટ્રિસ્ટન સ્ટબ્સ (20 બોલમાં 41 રન, ત્રણ છગ્ગા, ત્રણ ચોગ્ગા) એ અંતમાં શાનદાર બેટિંગ કરીને ટીમના સ્કોરને 200 રનથી આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોયલ્સ માટે અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 24 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ (ચાર ઓવરમાં 48 રનમાં 1 વિકેટ), યુઝવેન્દ્ર ચહલ (ચાર ઓવરમાં 48 રનમાં 1 વિકેટ) અને અવેશ ખાન (બે ઓવરમાં 42 રન આપીને વિકેટ) ખૂબ મોંઘા સાબિત થયા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments