Tuesday, July 16, 2024
HomeGUJARATNarendra Modi Voting in Ahmedabad: PM મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું

Narendra Modi Voting in Ahmedabad: PM મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું


  • સવારે 7.41 વાગ્યે PM મોદીએ નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ
  • નિશાન સ્કૂલમાં રૂમ નં 1માં PM મોદીએ મતદાન કર્યું
  • અમિત શાહ રાણીપ નિશાન સ્કૂલ પહોંચ્યા હતા

PM મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું છે. જેમાં PM મોદી લોકોને મળ્યા છે. તેમજ નિશાન સ્કૂલમાં રૂમ નં 1માં PM મોદીએ મતદાન કર્યું છે. PM મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યાં હતા. તેમજ મતદાન કરતા પહેલાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. તેમજ PM મોદીએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા છે. 

રાણીપની નિશાન સ્કૂલમાં PM મોદીએ મતદાન કર્યું 

રાણીપની નિશાન સ્કૂલમાં PM મોદીએ મતદાન કર્યું છે. સવારે 7.30 વાગ્યે PM મોદી નિશાન સ્કૂલમાં પહોંચી ગયા હતા. તેમજ PM મોદી સાથે અમિત શાહ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે ગુજરાત આવી ગયા હતી. જેમાં મોડી સાંજે પીએમ મોદી અમદાવાદ ખાતે આવી ગયા હતા. તેમજ રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યું છે. તથા આજે સવારે રાણીપ ખાતે મતદાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને મતદાન કરવા અપીલ કરી છે. તેમજ જણાવ્યું છે કે લોકતંત્રમાં મતદાન સામાન્ય કામ નથી. આ ખૂબ મહત્વપૂર્ણ કામ છે. 

મતદાન શરૂ થાય તે પહેલા જ વડાપ્રધાન મોદી ટ્વિટ (X) કરીને અપીલ કરી હતી

મતદાન શરૂ થાય તે પહેલા જ વડાપ્રધાન મોદી ટ્વિટ (X) કરીને અપીલ કરી હતી કે, “આજે યોજાઈ રહેલ ચૂંટણીના તબક્કામાં રેકોર્ડ સંખ્યામાં મતદાન કરી આપના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી…. લોકશાહીના આ મહાપર્વમાં આપની સક્રિય ભાગીદારી ચોક્કસપણે ચૂંટણીને વધુ ગતિશીલ બનાવશે.”

નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે

નારણપુરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરશે. જેમાં નારણપુરા મતદાન મથક પર તૈયારીઓ પૂર્ણ થઇ છે. તેમાં અમિત શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના દર્શન કરશે. જેમાં અમિત શાહ સહપરિવાર સાથે નારણપુરામાં મતદાન કરશે. હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર કરાયો છે. નારણપુરા મતદાન મથક પર હેલ્થ ટીમ, પાણી, વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંતિમ તબક્કામાં 30 કંપનીઓ રાજ્યને હવાલે કરાઈ

ગુજરાતમાં શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સવિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને લશ્કરી દળોની વધુ 30 કંપનીઓ ખડકાઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે આ વધુ કંપનીઓનો જથ્થો રાજ્યમાં મોકલી આપ્યો છે. આ અગાઉ રાજયમાં 20 કંપનીઓ પહેલા આવી ચુકી છે. બાદમાં 160 કંપનીઓ ફાળવાઈ અને હવે ત્રીજા અંતિમ તબક્કામાં 30 કંપનીઓ રાજ્યને હવાલે કરાઈ છે. Source link

- Advertisment -

Most Popular

Recent Comments