Tuesday, July 16, 2024
HomeBUSINESSMarket News: ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સમાં 383 પોઈન્ટનો કડાકો

Market News: ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ, સેન્સેક્સમાં 383 પોઈન્ટનો કડાકો


  • NSEના નિફ્ટીમાં 0.62%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 0.52%નો ઘટાડો
  • સેન્સેકસ 383 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

ભારતીય શેરબજાર આજે એટલે કે, મંગળવારે સાત મેએ  383 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ એક વર્ષના સૌથી નીચા સ્તરે સરકી ગયો છે. બજારમાં સૌથી વધુ નુકસાન મિડકેપ અને સ્મોલકેપ શેરોને થયું છે. બેન્કિંગ ઓટો એનર્જી શેર્સમાં ઘટાડાને કારણે BSE સેન્સેક્સ 384 પોઈન્ટ ઘટીને 73,511 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 140 પોઈન્ટ ઘટીને 22,302 પોઈન્ટ પર બંધ થયો હતો.

ગઈકાલે બજારમાં સપાટ કારોબાર હતો

અગાઉ ગઈકાલે એટલે કે 6 મેના રોજ શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 17 પોઈન્ટના વધારા સાથે 73,895 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 33 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 22,442 ના સ્તર પર બંધ થયો હતો.

સેક્ટોરિયલ સ્થિતિ

આજના કારોબારમાં સૌથી મોટો ઘટાડો મિડકેપ સ્ટોક્સ અને સ્મોક કેપ સ્ટોક્સમાં જોવા મળ્યો હતો. નિફ્ટીનો ઈન્ડેક્સ 988 અંક બે ટકા ઘટીને 50 હજારની નીચે 49,674  અંકો પર બંધ થયો છે. જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ 316 અંકોના ઘટાડા સાથે 16,367 પોઈન્ટ પર બંધ થયું છે.

 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments