Monday, July 22, 2024
HomeGUJARATVadodara News : CCTV કેમેરા થકી ચૂંટણી તંત્ર કરશે વેબ કાસ્ટિંગ

Vadodara News : CCTV કેમેરા થકી ચૂંટણી તંત્ર કરશે વેબ કાસ્ટિંગ


  • લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ચૂંટણી તંત્ર પણ બન્યું હાઇટેક
  • 10 વિધાનસભા વિસ્તારના 2552 બુથ પૈકી 1278 બુથ પર CCTV કેમેરા લગાવાયા
  • 10 વિધાનસભા મતદાન મથક પર વેબ કાસ્ટિંગથી અધિકારીઓ જોઈ શકશે મતદાનના લાઈવ દ્રશ્યો

આવતીકાલે ગુજરાતના મતદારો મતદાન કરશે સાથે સાથે વહીવટીતંત્ર પણ સજ્જ બન્યુ છે.વડોદરા જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના ઘટે તેની અગમચેતીરૂપે જિલ્લા પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે,વડોદરા જિલ્લામાં કુલ 1184 બુથો પર મતદાન થશે તે પૈકી 409 બુથો ક્રિટીકલ તારવવામાં આવ્યા છે,જો કે શહેર વિસ્તારમાં રાવપુરા મત વિસ્તારમાં સૌથી વધુ ક્રિટીકલ 134 બુથ હોવાનું જાણવા મળે છે.

વેબકાસ્ટિંગ શરૂ કરાયું

જિલ્લા પોલીસ મુજબ સંવેદનશીલ મથકો પર મતદાનના 48 કલાક પૂર્વે વેબ કાસ્ટિંગ શરૂ કરાશે, જમીનથી 10 ફૂટ ઉપર સીસીટીવી ગોઠવવામાં આવશે,ચૂંટણી વિભાગ દ્વારા સીસીટીવી મોનિટરિંગ હેઠળ જિલ્લાના ક્રિટીકલ મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની તૈયારી શરૂ કરાઈ છે. સીસીટીવી મોનિટરિંગ કરાશે. જિલ્લામાં ચૂંટણી દરમિયાન લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેરા મીલ્ટ્રી ફોર્સની 7 કંપની, 1 એસઆરપી પ્લાટુન સહિત 700થી વધુ જવાનો પોલીસને બંદોબસ્તમાં મદદ કરશે.

સીસીટીવી કેમેરામાં શું રેકર્ડ કરાશે?

1 -મતદાન અધિકારી દ્વારા મતદારની ઓળખ કરવાની કાર્યવાહી

2 -મતદારની આંગળી પર શાહી લગાવવાની કામગીરી

3-પ્રિસાઈડિંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ શરૂ કરશે

4-પારદર્શી મતદાન માટે કડકાઈથી કાર્યવાહી થાય છે કે કેમ?

5-મતદાન પૂર્ણ કરતા એજન્ટોને ફોર્મ પૂરા પાડવા

વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર રહ્યો ફિક્કો

વડોદરામાં ચૂંટણી ખર્ચની મર્યાદા 95 લાખ છે, છત્તા પક્ષો અપક્ષનો પ્રચાર ફિક્કો રહ્યો છે,ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચાર પાછળ કર્યો 12.15 લાખનો ખર્ચ,કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ પઢીયારે 5.18 લાખનો કર્યો ખર્ચ,ડો.હેમાંગ જોશીએ નાસ્તાને જમણવાર પાછળ 1.3 લાખ જ્યારે જશપાલસિંહે 71,500નો કર્યો ખર્ચ.Source link

- Advertisment -

Most Popular

Recent Comments