Tuesday, July 16, 2024
HomeBUSINESSMarket News: ભારતીય શેરબજાર ફલેટ, સેન્સેક્સ 17 પોઈન્ટના વધારા સાથે બંધ

Market News: ભારતીય શેરબજાર ફલેટ, સેન્સેક્સ 17 પોઈન્ટના વધારા સાથે બંધ


  • NSEના નિફ્ટીમાં 0.15%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 0.024%નો વધારો
  • સેન્સેકસ 17 પોઈન્ટના વધારા સાથે બંધ
ભારતીય શેરબજાર આજે 6 મેના રોજ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ફ્લેટ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 17 પોઈન્ટના ઉછાળા સાથે 73,895 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 33 પોઈન્ટ ઘટીને 22,442ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19માં ઉછાળો અને 11માં ઘટાડો જોવા મળ્યો હતો.

આજના કારોબારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, બેન્કિંગ, ઓટો, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા અને મેટલ્સ સેક્ટરના શેર્સ ઘટાડા સાથે બંધ થયા છે. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ મોટો ઘટાડો થયો હતો.

રોકાણકારોને મોટું નુકસાન

આજના કારોબારમાં શેરબજારમાં મોટા ઘટાડાથી રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને રૂ. 403.50 લાખ કરોડ થયું છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments