Monday, July 22, 2024
HomeBUSINESSElection: દેશમાં ચૂંટણી દરમ્યાન ડુંગળીના ભાવ નહિ વધે, સરકારે લીધો મોટો નિર્ણય

Election: દેશમાં ચૂંટણી દરમ્યાન ડુંગળીના ભાવ નહિ વધે, સરકારે લીધો મોટો નિર્ણય


  • ડુંગળી દેશ બહાર ન જાય તે માટે એકસપોર્ટ થશે મોંઘું
  • ડુંગળીનો પુરવઠો જળવાઈ રહે અને ભાવ અંકુશમાં રહે તે માટે પ્રયાસો કર્યા
  • ચૂંટણી ટાણે સરકાર જનતાનો રોષ ભોગ બનવા નથી ઈચ્છતી

દેશમાં ડુંગળીની વધતી કિંમતોથી સરકાર પણ બદલાઈ જતી હોય છે. ઈર્તિહાસમાં આવી પણ ઘટનાઓ બની છે. જેથી ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. ડુંગળીની નિકાસ હવે 40 ટકા મોંઘી થઈ ગઈ છે. જ્યારે, કેટલાક કિસ્સાઓ સિવાય, દેશમાં ડુંગળીની નિકાસ પર પહેલેથી જ પ્રતિબંધ છે.

સરકારે દેશમાં ડુંગળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે. ઉનાળામાં વધતી જતી માંગને અનુલક્ષીને પુરવઠામાં કોઈ ઘટાડો થવો જોઈએ નહીં અને ભાવ પણ નિયંત્રણમાં રહેવા જોઈએ. આ માટે દેશમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE), બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા કેટલાક મિત્ર દેશોને જ કાંદાની ચોક્કસ માત્રાની નિકાસ કરવાની છૂટ છે.

નવો આદેશ 4 મેથી અમલમાં આવશે

હવે નાણા મંત્રાલયે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે મુજબ દેશમાંથી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી ચૂકવવી પડશે. આ નોટિફિકેશન 4 મેથી લાગુ થઈ ગયું છે. સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ જકાત પણ લાદી હતી, જે 31 ડિસેમ્બર, 2023 સુધી માન્ય હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments