Monday, July 22, 2024
HomeGUJARATSanand News : છૂટાછેડા બાદ પૂર્વ પતિએ પત્નીના પ્રેમીની કરી હત્યા

Sanand News : છૂટાછેડા બાદ પૂર્વ પતિએ પત્નીના પ્રેમીની કરી હત્યા


  • પતિ-પત્ની વચ્ચેના અણબનાવને કારણે બંન્ને વચ્ચે થયા હતા છૂટાછેડા
  • પૂર્વ પત્ની રહેતી હતી તેના પ્રેમી જોડે
  • પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી

અમદાવાદના સાણંદમાં 1 મે ના દિવસે ઉમાં એસ્ટેટમાં આવેલા ઇક્કોસેફ એગ્રી સાયન્સ ઇન્ડિયા નામની કંપનીમાં નોકરી કરતા અને સીમમાં ઓરડીમાં રહેતા અભિષેક ડામોર નામના યુવકની હત્યા થઈ હતી. મૃતકના પિતાની ફરિયાદને આધારે સાણંદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે અભિષેકની હત્યા તેની સાથે રહેતી તેની પ્રેમિકા પ્રિયંકાના પૂર્વ પતિએ કરી છે. જેને આધારે સાણંદ પોલીસે હત્યારા પતિ જુવાન વડેરાની ધરપકડ કરી.

છૂટાછેડા લીધા બાદ પતિ ભરાયો રોષે

સમગ્ર મામલે હત્યારા જુવાન વડેરા અને મૃતકની પ્રેમિકા પ્રિયંકાની પૂછપરછમાં સામે આવ્યું કે બંને એક વર્ષ પહેલાં પતિ પત્ની હતા અને બંને વચ્ચે ચાલી રહેલા મનદુઃખ ને કારણે એક વર્ષ પહેલાં બંન્નેએ છૂટાછેડા લીધા હતા,બન્ને વચ્ચેના છૂટાછેડા બાદ પત્ની પ્રિયંકા તેના પ્રેમી અભિષેક સાથે રહેતી હતી. જોકે પ્રિયંકા અને પ્રેમી અભિષેક મૂળ રાજસ્થાનના વતની છે અને બંને રાજસ્થાન રહેતા ત્યારથી એક બીજાના પરિચયમાં છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ બંને એક જ કંપનીમાં કામ કરે છે અને એકબીજાના પાડોશી પણ છે.

પોલીસની પૂછપરછમાં થયા અનેક ખુલાસા

પૂર્વ પતિ જુવાન વડેરા તેની પત્ની અને પ્રેમી વચ્ચેના સંબંધની ખાર રાખીને રાતના સમયે અભિષેક અને પ્રિયંકા ઘરે હતા ત્યારે હથોડી સહિતના હથિયારથી અભિષેકને માથાના ભાગે માર મારી હત્યા કરી હતી અને બાદમાં પૂર્વ પત્ની પ્રિયંકાને પણ માથામાં ઇજાઓ પહોચાડી હતી. હાલ,તો મૃતકના પિતાની ફરિયાદને આધારે આણંદ પોલીસે હત્યારા પતિ જુવાન વડેરાની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે અભિષેકની હત્યા બાદ જુવાન વડેરા તેની પૂર્વ પત્ની પ્રિયંકાની પણ હત્યા કરવા જઈ રહ્યો હતો કે, ખરેખર તેને ઇજા પહોંચાડવાનો ઈરાદો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments