Tuesday, July 16, 2024
HomeGUJARATJamnagar News: જીતની હેટ્રીકના આશાવાદ સાથે પૂનમ માડમની બાઇક રેલી

Jamnagar News: જીતની હેટ્રીકના આશાવાદ સાથે પૂનમ માડમની બાઇક રેલી


  • બાઇક રેલીમાં લાગ્યા ‘અબ કી બાર 400 પાર’ના નારા
  • બાઇક રેલીથી ભાજપ તરફ વાતાવરણ વધુ જામ્યું
  • પૂનમ માડમનું કુમકમ તિલક કરીને સ્વાગત કરાયું

જામનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચ્યો છે ત્યારે સતત ત્રીજી વખત હાલારનું કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ કરવા માટે મજબુતીથી આગળ વધી રહેલા લોકપ્રિય સાંસદ અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં 79 અને 78 જામનગર (દક્ષિણ અને ઉત્તર) વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા સાંજે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સાંસદ પૂનમબેન માડમનું અનેક સ્થળોએ ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.

આ રેલી દરમિયાન જામનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર તથા લોકપ્રિય અને કર્મઠ સાંસદ પૂનમબેન માડમનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું ઉપરાંત કેટલાક સ્થળોએ રેલી દરમ્યાન પૂનમબેન માડમને વિજય તિલક કરાયું હતું. આશરે 500થી વધુ બાઈક આ રેલીમાં જોડાઇ હતી. સમગ્ર રેલી દરમિયાન અબકીબાર મોદી સરકાર તથા અબકી બાર 400 કે પારના નારા સાથે સમગ્ર વિસ્તાર ભાજપમય બનેલો જોવા મળ્યો હતો.

આ રેલીમાં જામનગર લોકસભા બેઠકના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રિવાબા જાડેજા ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરેમન નિલેશ કગથરા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહીત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.Source link

- Advertisment -

Most Popular

Recent Comments