Tuesday, July 16, 2024
HomeBUSINESSMarket News: ભારતીય શેરબજારમાં મસમોટું ગાબડું, સેન્સેક્સ 732 પોઈન્ટ તૂ્ટીને બંધ

Market News: ભારતીય શેરબજારમાં મસમોટું ગાબડું, સેન્સેક્સ 732 પોઈન્ટ તૂ્ટીને બંધ


  • NSEના નિફ્ટીમાં 0.76%નો ઘટાડો
  • BSEના સેન્સેક્સમાં 0.98%નો ઘટાડો
  • સેન્સેકસ 732 પોઈન્ટના ઘટાડા સાથે બંધ

ભારતીય શેરબજાર આજે એટલે કે, ત્રીજી મેએ કારોબારના અંતિમ દિવસે શુક્રવારે મોટા ઘટાડા સાથે બંધ થયું છે. સવારે માર્કેટ ગ્રીન ઝોનમાં ઓપન થઈ કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ભારે નુકસાન સાથે બંધ થયા છે. સેન્સેક્સ 732.96 પોઈન્ટ ઘટીને 73878.15 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 172.35 પોઈન્ટ ઘટીને 22475.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં પણ લગભગ રૂ. 4.25 લાખ કરોડનો ઘટાડો થયો છે. રોકાણકારોને લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો મર્યાદિત ન હતો. એશિયાના તમામ શેરબજારો પણ ખરાબ રીતે તૂટ્યા છે.

આ પહેલા ગઈકાલે એટલે કે 2જી મેના રોજ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 128 પોઈન્ટના વધારા સાથે 74,611 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 43 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. 22,648ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં વધારો અને 12માં ઘટાડો જોવા મળ્યો હતો. પાવર, મેટલ અને ઓટો શેર્સમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 7.14%નો ઘટાડો નોંધાયો હતો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments