Tuesday, July 16, 2024
HomeGUJARATSurat News : 13 વર્ષ પછી લૂંટનો આરોપી ઝડપાયો

Surat News : 13 વર્ષ પછી લૂંટનો આરોપી ઝડપાયો


  • સુરતમાં ટોપ-10 વોન્ટેડ યાદીનો આરોપી ઝડપાયો
  • 13 વર્ષથી ફરાર આરોપીની SOGએ કરી ધરપકડ
  • 13 વર્ષ પહેલા લૂંટના ગુનામાં સામેલ આરોપી ઝડપાયો

સુરત એસઓજી પોલીસે રાજકોટના મારડ ગામેથી 13 વર્ષ જૂની હત્યામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે,આરોપી સામે પોલીસે અગાઉ 10 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતુ.સુરત ગ્રામ્ય પોલીસના ટોપ 10 ફરાર આરોપીમાનો આ એક આરોપી છે.

હત્યાના ગુનામાં હતો ફરાર

સુરત ગ્રામ્ય પોલીસને એક મોટી સફળતા મળી છે,જેમાં 10 વર્ષથી ફરાર આરોપીની સુરત એસઓજીએ ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી,પોલીસથી બચવા સતત રહેઠાણ બદલતો હતો અને વાડીઓમાં રખેવાળી કરતો હતો,13 વર્ષ અગાઉ કામરેજ ટોલ પ્લાઝા ખાતે ટ્રક ચાલકને રોકી થયેલ લૂંટની ઘટનામાં આ આરોપીનું નામ ખૂલ્યું હતું.આરોપી ઉપર 10 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

પોલીસ કમિશનરે આપી છે સૂચના

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલત દ્વારા વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરી ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયા હોય તેવા ગુનામાં સંડોવાયેલ નાસતા-ફરતા આરોપીઓ સુરતમાંથી શોધી કાઢવા સૂચના આપી હતી.

7 વર્ષ જુનો હત્યાનો આરોપી પણ ઝડપાયો

મળતી માહિતી મુજબ વર્ષ 2017માં સુરતના ઉધના રેલ્વે પ્લેટફોર્મ ઉપર ટ્રેનના ડબ્બામાં બેસવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કરી ત્રણ અજાણ્યા ઈસમો એક ઇસમની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ ગુનામાં સંડોવાયેલા ત્રણેય ઈસમો હજુ સુધી પોલીસ પકડથી દુર હતા. દરમિયાન સુરત એસઓજી પોલીસે સુરતના લીંબાયત નીલગીરી સર્કલ પાસેથી ત્રણ પૈકી એક આરોપી સુદર્શન ઉર્ફે સુધ્યા જાડા પ્રભાશંકર પાટીલ (ઉ.27)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

20 વર્ષ જૂનો છેતરપિડીંનો આરોપી ઝડપાયો

વેપારી નામે ભેરૂદાસ ઉર્ફે ભેરવસિંહ પુખદાસજી વૈષ્ણવને એસઓજીએ સલાબતપુરા પોલીસને સોંપી દીધો હતો.પોલીસે વેપારીની ધરપકડની કાર્યવાહી કરી હતી.પકડાયેલો વેપારી છેલ્લા 20 વર્ષથી ભાગતો ફરતો હતો. ગુનો દાખલ થતાની સાથે વેપારી સુરત છોડીને રાજસ્થાન ચાલી ગયો હતો. મોટાભાગે તે રાજસ્થાનમાં રહેતો હતો.આરોપી 20 વર્ષ પહેલા સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ સાગર માર્કેટમાં દુકાન નં. 189માં બાલાજી પાલીસ વર્કસ નામથી સાડી પાલીસ કરવાનુ વેપાર કરતો હતો.

 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments