Monday, July 22, 2024
HomeBUSINESSStock Market:શેરબજારમાં એપ્રિલ મહિનામાં ગુજરાતમાં 2.35 લાખ નવા રોકાણકારો વધ્યા

Stock Market:શેરબજારમાં એપ્રિલ મહિનામાં ગુજરાતમાં 2.35 લાખ નવા રોકાણકારો વધ્યા


  • ગુજરાતમાંથી એક વર્ષમાં ઇન્વેસ્ટર્સની સંખ્યામાં 25.11%નો વધારો
  • એપ્રિલ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી સપાટીએ પહોચ્યા હતા
  • ગુજરાતમાં વિતેલા 3 મહિનામાં 8,45,680 રોકાણકારો વધ્યા

નવા નાણાકીય વર્ષ 2024-25ની શરૂઆત શેરબજાર માટે ઘણી જ સારી રહી છે. એપ્રિલ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી સપાટીએ પહોચ્યા હતા. આ સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઉપર નોંધાયેલા રોકાણકારોની સંખ્યા આ એક મહિનામાં જ 34.90 લાખનો વધારો થયો છે. ગુજરાતની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં રાજ્યમાં 2.35 લાખ નવા રોકાણકારો વધ્યા છે અને ઇન્વેસ્ટર્સની કુલ સંખ્યા 1.60 કરોડથી પણ વધારેની થઇ છે.

BSEના રજીસ્ટર રોકાણકારોના આંકડા પ્રમાણે ગુજરાતમાં વિતેલા 3 મહિનામાં 8,45,680 રોકાણકારો વધ્યા છે જયારે છેલ્લા એક વર્ષમાં ઇન્વેસ્ટર્સની સંખ્યામાં 32.28 લાખનો વધારો થયો છે. રોકાણકારોની સંખ્યાના મામલે ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. મહારાષ્ટ્ર 3.21 કરોડ રોકાણકારો સાથે પહેલા અને 1.83 કરોડ રોકાણકારો સાથે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે. જયારે એપ્રિલ મહિનામાં ઇન્વેસ્ટર્સની સંખ્યામાં વધારો થયો છે તેમાં ગુજરાત સમગ્ર ભારતમાં ચોથા નંબર પર છે. 5.07 લાખ સાથે ઉત્તર પ્રદેશ પહેલા નંબર પર, 4.98 લાખના વધારા સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે અને 2.44 લાખ નવા રોકાણકારો સાથે પશ્ચિમ બંગાળ ત્રીજા ક્રમે છે.

BSEના આંકડા પ્રમાણે ગુજરાતમાં એપ્રિલ 2023ની સરખામણીએ રોકાણકારોની સંખ્યામાં 25.11%નો વધારો થયો છે. તેવી જ રીતે ત્રિમાસિક ધોરણે રાજ્યમાં ઇન્વેસ્ટર્સની સંખ્યા 5.55% અને માસિક ધોરણે 1.49% વધી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments