Tuesday, July 16, 2024
HomeBUSINESSએપ્રિલમાં 500 સ્મોલ કેપ, 50 મિડ-કેપ શેરોએ બે આંકડામાં વળતર આપ્યું

એપ્રિલમાં 500 સ્મોલ કેપ, 50 મિડ-કેપ શેરોએ બે આંકડામાં વળતર આપ્યું


  • સેન્સેક્સમાં 1 ટકાના વધારાની તુલનાએ મિડ કેપ ઇન્ડેક્સ 7 ટકા, સ્મોલ કેપ 10 ટકા વધ્યો
  • સેન્સેક્સના ઘટક શેરોમાં સૌથી વધુ વળતર આપનારા ત્રણ શેરોમાં બે બેન્કિંગ ક્ષેત્રના
  • આ મહિના દરમિયાન આશરે 500 જેટલા શેરોએ બે આંકડામાં વળતર આપ્યું

  ફેબ્રુઆરી મહિનાના ઉત્તરાર્ધમાં ખુદ સેબી દ્રારા મિડ કેપ અને સ્મોલ કેપ શેરના વધુ પડતાં ઊંચા મૂલ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી તેમ છતાં આ શેરોએ મજબૂત ટક્કર આપી શેરબજારમાં બેન્ચમાર્ક ઇન્ડાઇસીસથી આઉટપર્ફોમ કરવાનું ચાલુ રાખ્યું છે. એપ્રિલ મહિનામાં સેન્સેક્સમાં એક ટકાનો વધારો નોંધાયો તેની તુલનાએ બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સમાં 7 ટકાનો જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 10 ટકાનો વધારો નોંધાયો છે.

   સ્મોલકેપ શેરોમાંથી આ મહિના દરમિયાન આશરે 500 જેટલા શેરોએ બે આંકડામાં વળતર આપ્યું છે. આ શેરોમાં સૌથી વધુ વળતર પુર્વાકાંરાએ આપ્યું છે, જેની ટકાવારી 86 ટકા છે. એ પછી દોલત એગ્રોટેક, વારિ રિન્યુએબલ અને તેજસ નેટવર્કે 70 ટકાથી પણ વધારે વળતર આપ્યું છે. આ સિવાય મોસ્ચીપ ટેકનોલોજીસ, મનોરમા ઇન્ડસ્ટ્રીઝ, સન્મિત ઇન્ફ્રા, અબાન્સ હોલ્ડિંગ્સ, યુકેન ઇન્ડિયા, ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પ, એજિસ લોજિસ્ટિક્સ, ગેલ્લન્ટ ઇસ્પાત સહિતના કુલ 13 શેરોએ 50થી 70 ટકા જેટલું વળતર આપ્યું છે. મિડ કેપ શેરોમાં કુલ 52 શેરોએ એપ્રિલમાં બે આંકડામાં વળતર આપ્યું છે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં આ મહિનામાં સૌથી વધારે 55 ટકાનો વધારો નોંધાયો છે. આ સિવાય વોલ્ટાસ, આદિત્ય બિરલા કેપિટલ, આઇઆરઇડીએ જેવા શેરોએ 30 ટકાથી વધુ વળતર આપ્યું છે.

  સેન્સેક્સમાં સમાવિષ્ટ શેરોની વાત કરીએ તો સૌથી વધારે વળતર આપનારા ત્રણ શેરો પૈકી બે શેર બેંકિગ ક્ષેત્રના છે, જેમાં એસબીઆઇ અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. સેન્સેક્સના ઘટક તરીકે આ મહિનામાં ટોપ ગેઇનર્સ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર રહ્યો છે, જેમાં 12 ટકાનો વધારો નોંધાયો છે.

  ક્ષેત્રીય સુચકાંકોની વાત કરીએ તો મેટલ ક્ષેત્રે આ મહિનામાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી અને આ ક્ષેત્રના ઇન્ડેક્સમા 10 ટકાથી પણ વધુ વધારો નોંધાયો છે. આ સિવાય પીએસઇ શેરોએ પણ નોંધપાત્ર વળતર આપ્યું છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments