Monday, July 22, 2024
HomeBUSINESSMarket News:શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 188 પોઇન્ટ તૂટ્યો

Market News:શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 188 પોઇન્ટ તૂટ્યો


  • NSEના નિફ્ટીમાં 0.24%નો ઘટાડો઼
  • BSEના સેન્સેક્સમાં 0.31%નો ઘટાડો
  • સેન્સેક્સ 74,482 અંક પર બંધ
ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ નિરાશાજનક રહ્યો. NSEનો નિફ્ટી બપોરના ટ્રેડિંગ સેશનમાં 22,783 પોઈન્ટની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. પરંતુ બજાર બંધ થતા પહેલા જ તીવ્ર ઘટાડાથી બજાર ઉપરના સ્તરેથી નીચે આવી ગયું હતું.

શેરબજાર ઘટાડા સાથે થયુ બંધ
ભારતીય શેરબજાર સપ્તાહના બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 232 પોઈન્ટના ઘટાડા સાથે 74,439 અંક પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 38 પોઈન્ટના ઘટાડા સાથે 22,604 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

માર્કેટ કેપ સપાટ બંધ
શેરબજારમાં ભારે ઘટાડાથી માર્કેટ કેપ બંધ થઈ ગયું હતું. BSE ડેટા અનુસાર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 406.57 લાખ કરોડ પર બંધ થયું હતું, જ્યારે અગાઉના સત્રમાં તે રૂ. 406.52 લાખ કરોડ હતું. આજના સત્રમાં માર્કેટ કેપમાં માત્ર રૂ.5000 કરોડનો જ ઉછાળો જોવા મળ્યો હતો.
સેક્ટરની સ્થિતિ


આજના કારોબારમાં આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. આ સિવાય બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સ ઘટીને બંધ થયા હતા. જ્યારે ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલ ઈન્ડેક્સ પણ સપાટ બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 17 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 24 શેર ઉછાળા સાથે બંધ થયા જ્યારે 26 નુકસાન સાથે બંધ થયા.
આ શેર્સ ઘટ્યા 

શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 4.57 ટકા, પાવર ગ્રીડ કોર્પ 2.77 ટકા, શ્રીરામ ફાઇનાન્સ 2.39 ટકા, હીરો મોટોકોર્પ 1.91 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.91 ટકા, બજાજ ઓટો 1.64 ટકા, HDFC લાઇફ 1.49 ટકા, ફાઇનાન્સ 1.49 ટકા. જ્યારે ઘટનારાઓમાં ટેક મહિન્દ્રા 1.93 ટકા, BPCL 1.85 ટકા, JSW સ્ટીલ 1.51 ટકા, HCL ટેક 1.50 ટકા, ટાટા સ્ટીલ 1.43 ટકા, TCS 1.28 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments