Tuesday, July 16, 2024
HomeGUJARATJammu-Kashmir:એરપોર્ટની ગુપ્ત માહિતી પાક. એજન્ટને મોકલનારો જામનગરથી ઝડપાયો

Jammu-Kashmir:એરપોર્ટની ગુપ્ત માહિતી પાક. એજન્ટને મોકલનારો જામનગરથી ઝડપાયો


  • ગુજરાતમાંથી ખરીદેલા સિમકાર્ડમાં વોટ્સએપ અપડેટ કરી પાક. આર્મીને પહોંચાડતા
  • એરફોર્સ જવાનને વોટ્સએપ મેસેજની આડમાં માલવેર વાઇરસ મોકલી તેનો ફોન હેક કર્યો
  • સકલેનએ જે સીમકાર્ડ ખરીદ્યું તે પાકિસ્તાન પહોંચ્યું હતું

ગુજરાતમાંથી ખરીદેલા સિમકાર્ડમાં વોટસએપ અપડેટ કરી પાકિસ્તાની આર્મીના એજન્ટોને મોકલી આપવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જમ્મુ-કાશ્મીર એરપોર્ટ તેમજ સ્ટેશનની ગુપ્ત માહિતી લીક કરનાર જામનગરના શખ્સને ગુજરાત એટીએસે દબોચી વધુ તપાસ હાથ ધરી છે. આ શખ્સનો સિમકાર્ડ ખરીદવામાં રોલ હોવાની વિગતો ખુલી હતી. સીમકાર્ડમાં વોટસએપ અપડેટ કર્યા બાદ પાકિસ્તાની એજન્ટને મોકલવામાં આવ્યું હતું. આ સીમકાર્ડનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સે કર્યો અને જમ્મુ-કાશ્મીર એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા જવાનને એક્ઝામ અપડેટ 2022-23ના મેસેજની આડમાં માલાવેર વાઇરસ મોકલ્યો હતો. એરફોર્સ જવાને મેસેજને ઓપન કરતા જ તેના ફોનના એક્સેસ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સ પાસે આવી ગયા હતા.

ગુજરાત એટીએસએ જામનગરના ભાડેલા માતમ ચોકમાં રહેતાં મો. સકલૈન ઉમર દાઉદ થૈમ (ઉં,22)ની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ ભારતીય સેનાના જમ્મુ-કાશ્મીર એરફોર્સ સ્ટેશન પર ફરજ બજાવતા એરફોર્સ જવાનને વોટસએપ મેસેજની આડમાં માલાવેર વાઇરસ મોકલી તેના ફોનના એક્સેસ મેળવવાના પાકિસ્તાની એજન્ટ કે આર્મીના માણસના ષડયંત્રમાં આરોપી સકલૈન સામેલ હતો.

સકલેનએ જે સીમકાર્ડ ખરીદ્યું તે પાકિસ્તાન પહોંચ્યું હતું. એટીએસના અધિકારીઓના જણાવ્યા મુજબ, સકલૈને સિમકાર્ડ ખરીદ્યા બાદ જામનગરના અસગર આજીભાઈ મોદીને આપ્યું હતું. અસગરે સિમકાર્ડ તેના ફોનમાં એક્ટિવેટ કર્યું હતું. આ સિમમાં વોટસએપ અપડેટ કરવા માટે આરોપીઓએ આણંદના તારાપુર ખાતે રહેતાં લાભશંકર દુર્યોધન મહેશ્વરીને મોકલી આપ્યું હતું. સિમકાર્ડમાં વોટસએપ એક્ટિવેટ કરવા માટેનો ઓટીપી તેની પાસેથી પાકિસ્તાનમાં બેઠેલા વ્યક્તિને મોકલ્યો હતો. લાભશંકરે આ સીમકાર્ડ તેમની બહેન સુશીલાબહેન મારફતે પાકિસ્તાનમાં રહેતા કિશોરભાઈ ઉર્ફ સવાઈને મોકલી આપ્યું હતું.

જે સીમકાર્ડના વોટસએપ નંબરનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા આર્મી જવાન, જાસૂસ કે આર્મીના એજન્ટ દ્વારા એરફોર્સ જવાનના ફોનનો એક્સેસ મેળવવા માટે થયો હતો. એરફોર્સ જવાનના ફોનના એક્સેસ મેળવી આરોપીઓએ અનઅધિકૃત રીતે કમ્પ્યુટર રીસોર્સમાં પ્રવેશ મેળવી ભારતીય આર્મીની ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આમ, દેશની એક્તા અને સુરક્ષાને જોખમમાં નાંખવાના ઈરાદાથી થયેલુ ગંભીર કૃત્ય અંગે ગુજરાત એટીએસએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં અસગર, લાભશંકર અને મો.સકલૈન સહિત ત્રણ આરોપી પકડાયા છે. અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે એટીએસ દ્વારા તપાસ ચાલી રહી છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments