Monday, July 22, 2024
HomeIPLIPL 2024: CSKની જીતે બદલ્યું પોઈન્ટ ટેબલનું ગણિત, 3 ટીમનું વધ્યું ટેન્શન

IPL 2024: CSKની જીતે બદલ્યું પોઈન્ટ ટેબલનું ગણિત, 3 ટીમનું વધ્યું ટેન્શન


  • પંજાબ કિંગ્સની પાસે 9 મેચ બાદ 6 પોઈન્ટ છે
  • મુંબઈ ઈન્ડિયન્સની પાસે પણ 9 મેચ બાદ 6 પોઈન્ટ
  • આરસીબી પાસે 10 મેચ બાદ 6 પોઈન્ટ

આઈપીએલ 2024ની 46મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે શાનદાર જીત નોંધાવી છે. સીએસકેએ સનરાઈઝર્સ હૈદરાબાદને હોમ ટાઉનમાં હરાવ્યું છે. સીએસકેએ 78 રનથી જીત મેળવી છે. આ જીત બાદ ચેન્નઈ સુપર કિંગ્સે પોઈન્ટ ટેબલનું ગણિત બદલી દીધું છે.

ત્રીજા સ્થાને પહોચી ચેન્નઈ સુપર કિંગ્સ

સીએસકેની જીત બાદ 10 અંકની સાથે ટીમ ત્રીજા નંબરે પહોંચી છે. સીએસકેએ 9માંથી 5 મેચ જીતી છે. તેની પાસે +0.810નો નેટ રન રેટ છે. નેટ રન રેટના કિસ્સામાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તેનાથી આગળ છે. ખાસ વાત એ છે કે હવે 5 ટીમની પાસે 10 અંક છે. આ માટે આઈપીએલમાં અનેક ટીમની વચ્ચે ખાસ ટક્કર જોવા મળી શકે છે.

3 ટીમની વધી મુશ્કેલી

3 ટીમો માટે હવે કોમ્પિટિશન ટફ બની છે. પંજાબ કિંગ્સની પાસે 9 મેચ બાદ 6 પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સની પાસે પણ 9 મેચ બાદ 6 પોઈન્ટ છે. આરસીબી તેનાથી નીચે છે. તેમની પાસે 10 મેચ બાદ 6 પોઈન્ટ છે.  



Source link

- Advertisment -

Most Popular

Recent Comments