Tuesday, July 16, 2024
HomeIPLMS Dhoni પાસે આવ્યો છેલ્લો બોલ, પ્રેક્ષકોની ચિચિયારીઓથી ગુંજ્યુ સ્ટેડિયમ; જુઓ Video

MS Dhoni પાસે આવ્યો છેલ્લો બોલ, પ્રેક્ષકોની ચિચિયારીઓથી ગુંજ્યુ સ્ટેડિયમ; જુઓ Video


  • IPL 2024માં 39મી મેચ CSK અને LSG વચ્ચે રમાઈ રહી છે
  • લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો
  • ધોની બેટિંગ કરવા પહૌંચ્યા ત્યારે લોકોએ ચિચિયારીઓ પાડી ચિયર કર્યું

IPL 2024માં 39મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં લખનૌએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. 19.4 ઓવર પછી શિવમ દુબે રન આઉટ થતા એમએસ ધોની બેટિંગ કરવા આવ્યા હતા. આખું સ્ટેડિયમ ધોનીની રાહ જોઇ રહ્યું હતુ.

ધોની બેટિંગ કરવા પહૌંચ્યા ત્યારે લોકોએ ચિચિયારીઓ પાડી ચિયર કરતા જોવા મળ્યા હતા. ધોની આ મેચમાં માત્ર એક જ બોલ રમી શક્યો હતો અને તેણે એ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. પ્રેક્ષકોનો આ વીડિયો ઘણો વાયરલ થયો છે. ઉલ્લેખનિય છેકે ચેન્નાઈ માટે બેટિંગ કરતા CSKના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે શાનદાર સદી રમી હતી. આઇપીએલના ઇતિહાસમાં ગાયકવાડની આ બીજી સદી છે.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments