Monday, July 22, 2024
HomeGUJARATVadodara News : મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી

Vadodara News : મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી


  • આજે ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાનો અંતિમ દિવસ
  • ફોર્મ પરત ખેંચવાના દિવસે વાઘોડિયા બેઠક પર નવા જૂનીના એંધાણ
  • મધુ શ્રીવાસ્તવ અચાનક પહોચ્યાં વાઘોડિયા ચૂંટણી અધિકારીની કચેરીએ

વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા એવા મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે તેવી વાત વહેતી થઈ છે.મધુ શ્રીવાસ્તવ આજે ઉમેદવારી પાછી ખેંચી ચૂંટણીમાંથી પીછેહઠ કરે તેવી શકયતા હાલના ધોરણે લાગી રહી છે.ક્ષત્રિય સમાજ સાથે મધુ શ્રીવાસ્તવની આજે બેઠક થઈ છે અને તે બેઠક બાદ નિર્ણય લેવાઈ શકે છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવે ગુમાવી હતી ડિપોઝીટ.વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં હવે ત્રિ-પાંખીયા જંગ જોવા મળશે. આ બેઠક પર દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમણે ધીરજ ચોકડીથી રેલી કાઢી હતી. સેવા સદન ખાતે પોતાના સમર્થકોની હાજરીમાં મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

મધુ શ્રીવાસ્તવે કટાક્ષ કર્યો

અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં એન્ટ્રી કરી છે. હવે આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામશે. આ પ્રસંગે મધુ શ્રીવાસ્તવે કટાક્ષ કરતા કહ્યું હતું કે, વાઘોડિયાની મારી જનતાએ મને 30 વર્ષ સુધી સેવા કરવાની તક આપી.મેં નિષ્ઠાપૂર્વક વાઘોડિયાની જનતાના કામો કર્યા છે. જો કે રોજ દાળ-ભાત ખાઈને ધરાઈ ગયેલા વાઘોડિયા મત વિસ્તારની જનતાએ પરિવર્તન રૂપે બીજી વ્યક્તિને સેવા કરવાની તક આપી હતી. તેમણે પ્રજાની સેવા કરવાને બદલે માત્ર પોતાની જ સેવા કરી છે.

ડમી ઉમેદવાર તરીકે નીલમ શ્રીવાસ્તવનું નામાંકન

વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે મધુ શ્રીવાસ્તવના વિધાનસભા ડમી ઉમેદવાર તરીકે પોતાની પુત્રી નીલમ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યુ છે કારણ કે, જો આગામી સમયની અંદર સમય સંજોગોને માન આપીને મધુ શ્રીવાસ્તવ પોતાની દીકરીને મેદાનમાં ઉતારે તો નવાઈની વાત નહીં. વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ ચૂંટણી પ્રચાર કરશે. હવે જોવાનું એ રહ્યું કે પ્રજા કોને સેવા કરવાની તક આપશે?



Source link

- Advertisment -

Most Popular

Recent Comments