Monday, July 22, 2024
HomeIPLSRHvsDC: ધમાકેદાર બેટિંગ બાદ 'પ્લેટર ઓફ ધ મેચ' બન્યો હેડ,મળ્યું કેશ પ્રાઈઝ

SRHvsDC: ધમાકેદાર બેટિંગ બાદ ‘પ્લેટર ઓફ ધ મેચ’ બન્યો હેડ,મળ્યું કેશ પ્રાઈઝ


  • મેં મારી બેટિંગનો આનંદ લીધોઃ ટ્રેવિસ હેડ
  • હું મારા પરફોર્મન્સથી ખુશ છુંઃ હેડ
  • હેડે 1 લાખ રૂપિયાનું કેશ પ્રાઈઝ મેળવ્યું

ટ્રેવિસ હેડે દિલ્હી કેપિટલ્સની સામે તોફાની બેટિંગ કરી. તેઓએ સનરાઈઝર્સ હૈદરાબાદને માટે રમીને 32 બોલમાં 89 રન બનાવ્યા. હેડની સાથે સાથે અભિષેકે પણ વિસ્ફોટક બેટિંગ કરી. અભિષેકે 12 બોલમાં 46 રન બનાવી દીધા હતા. હૈદરાબાદના ખેલાડી હેડને શાનદાર ઈનિંગને માટે પણ અલગથી ઈનામ મળ્યું છે. તેમને પ્લેયર ઓફ ધ મેચના રૂપમાં પસંદ કરવામાં આવ્યા છે. આઈપીએલના કોઈપણ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થનારા ખેલાડીને વધારાનું કેશ પ્રાઈઝ મળે છે.

હેડ અને અભિષેકે કરી જબરદસ્ત બેટિંગ

હેડ હૈદરાબાદ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે અભિષેક સાથે માત્ર 38 બોલમાં 131 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન હેડે 26 બોલમાં 84 રન બનાવ્યા હતા. આ પછી અભિષેક આઉટ થયો હતો. અભિષેક 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે હેડે 32 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. હેડની ઇનિંગ્સમાં 11 ફોર અને 6 સિક્સ સામેલ હતી. આ કારણથી તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવ્યો હતો. IPLની કોઈપણ મેચમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીને ખાસ ઈનામ મળે છે. ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરાયેલા ખેલાડીને 1 લાખ રૂપિયાનું રોકડ ઈનામ મળે છે.

મેં મારી બેટિંગનો આનંદ માણ્યોઃ હેડ

ટ્રેવિસ હેડે મેચ બાદ તેની ઇનિંગ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, “મેં મારી બેટિંગનો આનંદ માણ્યો. અનેક બાબતોને એકદમ સરળ રાખી. હું મારા પ્રદર્શનથી ખુશ છું. પાવર પ્લેમાં અભિષેકે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તે સ્પિન સામે ખૂબ જ આક્રમક બેટિંગ કરે છે. અમારી પાસે ઘણા બધા વિકલ્પો હતા. સારુ હતુ. ઉલ્લેખનીય છે કે શનિવારે રમાયેલી મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 266 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 199 રન જ બનાવી શકી હતી. આ જીત બાદ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તેણે 7માંથી 5 મેચ જીતી છે. આ દરમિયાન તેને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદના 10 પોઈન્ટ છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments