Tuesday, July 16, 2024
HomeIPLKKR vs RCB: કેમેરોન ગ્રીને હવામાં ઉછળીને પકડ્યો શાનદાર કેચ; વીડિયો વાયરલ

KKR vs RCB: કેમેરોન ગ્રીને હવામાં ઉછળીને પકડ્યો શાનદાર કેચ; વીડિયો વાયરલ


  • કોલકાતા નાઈટ રાઈડર્સ અને RCB વચ્ચે મેચ
  • કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહી છે મેચ
  • કેમરોન ગ્રીને રઘુવંશીનો પકડ્યો શાનદાર કેચ

આજે, IPL 2024ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થઈ રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી આ મેચમાં આરસીબીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. KKRને સારી શરૂઆત મળી, પરંતુ યશ દયાલે બેંગલુરુને મેચમાં શાનદાર વાપસી કરાવી હતી. તેણે એક પછી એક 2 વિકેટ ઝડપી. તેની બીજી વિકેટમાં કેમરૂન ગ્રીનનું મહત્વનું યોગદાન હતું. ગ્રીને હવામાં ઉછળીને શાનદાર કેચ પકડ્યો હતો.

ગ્રીનનો શાનદાર કેચ

RCB માટે પાવરપ્લેની છેલ્લી ઓવર યશ દયાલે ફેંકી હતી. અંગક્રિશ રઘુવંશીએ ઓવરના છઠ્ઠા બોલને મિડ-વિકેટ પર ફટકારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કેમેરોન ગ્રીને તેની ઊંચાઈનો ફાયદો ઉઠાવીને હવામાં કૂદકો મારીને 8 ફૂટ ઉપરથી આવતા બોલને એક હાથે કેચ પકડ્યો હતો. રઘુવંશી કંઈ ખાસ કરી શક્યો નહોતો અને તેણે 4 બોલનો સામનો કરીને 3 રન બનાવ્યા હતા.

મેચની સ્થિતિ

મેચની વાત કરીએ તો કોલકાતાની શરૂઆત શાનદાર કરી હતી. સિરાજે 5મી ઓવરમાં ફિલિપ સોલ્ટનો શિકાર કર્યો હતો. સોલ્ટે 14 બોલમાં 48 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ પછી યશ દયાલે છઠ્ઠી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. ઓવરના બીજા બોલ પર તેણે સુનીલ નારાયણને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો. નરેને 15 બોલમાં 10 રન બનાવ્યા હતા. કેમેરોન ગ્રીન ઓવરના છેલ્લા બોલ પર અંગક્રિશ રઘુવંશીને કેચ આપી બેઠો હતો.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments