Monday, July 22, 2024
HomeBUSINESSજીઆઈસી અને એલઆઈસીનો હિસ્સો વેચવાની સરકારની તૈયારી

જીઆઈસી અને એલઆઈસીનો હિસ્સો વેચવાની સરકારની તૈયારી


  • બંને વીમા કંપનીઓમાં હિસ્સો વેચવાથી સરકારને કુલ રૂ. 149 અબજની આવક થશે
  • છેલ્લા છ માસમાં GICના શેરના ભાવમાં લગભગ 45 ટકાનો વધારો નોંધાયો
  • દસ વર્ષમાં 25 ટકા હિસ્સો ઓફલોડ કરવાના લક્ષ્યને વળગી રહેવાની યોજના

    રોકાણકારોની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ નાણાકીય વર્ષ 2024-25માં જનરલ ઈન્શોયરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (જીઆઈસી) અને EV ઈન્શોયરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)માં પોતાનો નજીવો હિસ્સો વેચવા ભારત સરકાર તૈયાર છે.

સરકારને જીઆઈસી માટે રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને તે તેના શેરના મૂલ્યના આધારે તેના 10 ટકા હિસ્સાનું વેચાણ કરવા માટે તૈયાર છે. અધિકારીએ જણાવ્યું હતું કે, જીઆઈસીમાં દસ ટકા હિસ્સાનું વેચાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. શુક્રવારે બંધ થયેલા ભાવ મુજબ આ હિસ્સાના વેચાણથી રૂ. 57 અબજ પ્રાપ્ત થશે.

   નોંધનીય છે કે, છેલ્લા છ માસમાં જીઆઈસીના શેરના ભાવમાં લગભગ 45 ટકાનો વધારો થયો છે. એલઆઈસી માટે સરકાર વર્ષ 2022માં લિસ્ટિંગ થયા પછી સાત વર્ષમાં દસ ટકા અને દસ વર્ષમાં 25 ટકા હિસ્સો ઓફલોડ કરવાના લક્ષ્યને વળગી રહેવાની યોજના ધરાવે છે. અલબત્ત એલઆઈસીમાં હિસ્સેદારી વીમા કંપનીના સ્ટોક પ્રદર્શન અને રોકાણકારોની રૂચિના આધારે નાના હિસ્સામાં વેચવામાં આવશે. છેલ્લા છ માસમાં દેશની સૌથી મોટી વીમા કંપનીના શેરના ભાવમાં 58 ટકાનો ઉછાળો આવ્યો છે અને શુક્રવારે એલઆઈસીના શેરનો ભાવ રૂ. 973 પર બંધ રહ્યો હતો. એલઆઈસીના આઈપીઓમાં સરકારે કંપનીનો 3.5 ટકા હિસ્સો વેચ્યો હતો. તથા વીમા કંપનીને ઈન્ડેક્સ ફંડમાં સામેલ કરવા માટે 1.5 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ઓફરના મોટા કદને ધ્યાનમાં રાખીને એલઆઈસીમાં કોઈપણ હિસ્સાનું વેચાણ નાના તબક્કામાં કરવામાં આવશે. શુક્રવારના બંધ ભાવ પ્રમાણે એલઆઈસીમાં 1.5 ટકા હિસ્સાના વેચાણથી સરકારને લગભગ રૂા. 92 અબજની આવક થશે. જો કે ભારત સરકારના નાણાં મંત્રાલય તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથીSource link

- Advertisment -

Most Popular

Recent Comments