Tuesday, July 16, 2024
HomeIPLગુજરાત ટાઇટન્સ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ, જાણો કેવી રીતે કરી શકે ક્વોલિફાય

ગુજરાત ટાઇટન્સ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ, જાણો કેવી રીતે કરી શકે ક્વોલિફાય


  • દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાતની કારમી હાર
  • દિલ્હી કેપિટલ્સ IPLમાં સૌથી મોટી જીત
  • GTને પ્લેઓફ માટે ક્વોલિફાય થવું ઘણું મુશ્કેલ

IPL 2024માં ગુજરાત ટાઇટન્સ મુશ્કેલીમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં કેપિટલ્સે ઘરઆંગણે ટાઇટન્સને હરાવ્યું હતું. શુભમન ગિલ કપ્તાનીમાં ટીમની 7 મેચમાં આ ચોથી હાર હતી. હવે ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. તેના માત્ર 6 પોઈન્ટ છે. હવે તેના માટે પ્લેઓફ માટે ક્વોલિફાય થવું ઘણું મુશ્કેલ બની ગયું છે. જો કે તેની પાસે હજુ પણ પ્લેઓફમાં જવાની તક છે, પરંતુ તેના માટે તેને આવનારી તમામ મેચોમાં સારું પ્રદર્શન કરવું પડશે.

સાતેય મેચમાં જીત નોંધાવવી પડશે

ગુજરાત ટાઇટન્સ પાસે હવે 7 મેચ બાકી છે. ટાઇટન્સે પ્લેઓફમાં સીધા જ ક્વોલિફાય થવા માટે આ તમામ સાત મેચ જીતવી પડશે. આ સાથે તેના 20 પોઈન્ટ્સ થશે અને તે સરળતાથી ટોપ-4 ટીમમાં સ્થાન મેળવી શકશે.

ઓછામાં ઓછી 5 મેચ જીતી જીતવી પડશે

જોકે, ટાઇટન્સ માટે તેની તમામ મેચ જીતવી આસાન નહીં હોય. જે રીતે તેનું ખરાબ પ્રદર્શન ચાલુ છે તે જોતાં આવું જ કહી શકાય. તેમ છતાં, પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે, ટાઇટન્સને 7માંથી ઓછામાં ઓછી 5 મેચ જીતવી પડશે. આ સાથે તેના 16 પોઈન્ટ થઈ જશે. IPL માટે ક્વોલિફાય થવા માટેનો કટઓફ સામાન્ય રીતે 16 પોઈન્ટનો ગણવામાં આવે છે.

16 પોઈન્ટનો કટઓફ

આવી સ્થિતિમાં, ટાઇટન્સ ક્વોલિફાય કરી શકે છે, પરંતુ કેટલીકવાર મામલો 16 પોઇન્ટ સાથે બંને ટીમો વચ્ચે નેટ રન રેટ પર અટકી જાય છે. આવી સ્થિતિમાં, ટાઇટન્સને માત્ર જીત જ નોંધાવવી પડશે નહીં, પરંતુ મોટી જીત પણ હાંસલ કરવી પડશે. આનાથી તે સંભવિત જોખમથી બચી શકે છે. ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ ચોથા સ્થાને હતી. તેના 16 પોઈન્ટ હતા. આવી સ્થિતિમાં માઈનસ નેટ રન રેટ હોવા છતાં તે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ હતી.





Source link

- Advertisment -

Most Popular

Recent Comments