Tuesday, July 16, 2024
HomeBUSINESSમાર્ચમાં મોંઘવારી દર 10 મહિનામાં સૌથી નીચલી સપાટીએ, કઈ વસ્તુઓ થઇ સસ્તી?

માર્ચમાં મોંઘવારી દર 10 મહિનામાં સૌથી નીચલી સપાટીએ, કઈ વસ્તુઓ થઇ સસ્તી?


  • ખાદ્ય ફુગાવાનો દર માર્ચમાં 8.66 ટકાથી ઘટીને 8.52 ટકા થયો
  • રિટેલ મોંઘવારી દર ઘટીને 4.85 ટકા
  • અગાઉ ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 5.09 ટકા હતો

માર્ચ 2024માં છૂટક ફુગાવાનો દર ઘટીને 4.85 ટકા થઈ ગયો છે, જે ફેબ્રુઆરી 2024માં 5.09 ટકા હતો. માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે અને તે ફેબ્રુઆરી 2024માં 8.66 ટકાની સરખામણીએ ઘટીને 8.52 ટકા પર આવી ગયો છે.  

દેશમાં મોંઘવારી સામે માર્ચ મહિનામાં સામાન્ય માણસને મોટી રાહત મળી હતી. આ ઉપરાંત સરકારના પ્રયાસો પણ ફળ્યા છે. માર્ચમાં છૂટક ફુગાવો 10 મહિનામાં સૌથી નીચો હતો. ખાદ્ય ચીજવસ્તુઓ સસ્તી થવાને કારણે છૂટક મોંઘવારી દરમાં આ ઘટાડો નોંધાયો છે. શુક્રવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, માર્ચમાં દેશનો છૂટક મોંઘવારી દર ઘટીને 4.85 ટકા પર આવી ગયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 5.09 ટકા હતો.

કઠોળની મોંઘવારી પર શું થઇ અસર?

ખાદ્યપદાર્થોનો ફુગાવો ઘટ્યો હોવા છતાં શાકભાજી અને કઠોળમાં મોંઘવારી હજુ પણ ઊંચી છે. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર માર્ચ 2024માં 26.38 ટકા હતો, જે ફેબ્રુઆરી 2024માં 30.25 ટકા હતો. આમાં થોડો ઘટાડો થયો છે. કઠોળનો મોંઘવારી દર વધ્યો છે અને માર્ચમાં તે 18.99 ટકા હતો જે ફેબ્રુઆરીમાં 18.90 ટકા હતો. અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 7.90 ટકા રહ્યો છે જે ફેબ્રુઆરીમાં 7.60 ટકા હતો. મસાલાનો મોંઘવારી દર 11.43 ટકા રહ્યો છે જે ફેબ્રુઆરીમાં 13.51 ટકા હતો. ફળોનો ફુગાવો 2.67 ટકા રહ્યો છે જે ફેબ્રુઆરીમાં 4.83 ટકા હતો. તો ખાંડનો મોંઘવારી દર 6.73 ટકા અને ઈંડાનો ફુગાવાનો દર 9.59 ટકા રહ્યો છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments