Tuesday, July 16, 2024
HomeGUJARATભૂતકાળમાં શહેરમાં AMTSની 350_બસ દોડતી હતી : હાલ_માત્ર 125 બસ દોડે છે

ભૂતકાળમાં શહેરમાં AMTSની 350_બસ દોડતી હતી : હાલ_માત્ર 125 બસ દોડે છે


  • ખાનગીકરણ થયા પછી AMTS માલિકીની બસ-આવકમાં ઘટાડો
  • વર્ષો પછી શહેરમાં 7 ડબલ ડેકર બસ દોડતી થઈ
  • વધુ 60 ડબલ ડેકર બસ ખરીદાશે

અમદાવાદમાં ‘લાલ બસ’ની ઓળખ ધરાવનાર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા લગભગ 30 વર્ષ કરતાં વધુ સમય પછી શહેરમાં ડબલ ડેકર બસો દોડાવવામાં આવી રહી છે. AMTS દ્વારા 7 ડબલ ડેકર બસો ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં વધુ 60 ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે. આમ, નજીકના ભવિષ્યમાં વધુ ડબલ ડેકર શહેરના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. AMTS દ્વારા ખરીદવામાં આવેલ 7 ડબલ ડેકર બસ ખાનગી કોન્ટ્રાક્ટરોને ચલાવવા અપાઈ છે. ભૂતકાળમાં AMTSની માલિકીની 350 જેટલી બસો દોડાવાતી હતી. જ્યારે હાલ AMTSની માલિકીની 125 બસો છે. મોટાભાગની બસો ખાનગી ઓપરેટરોની છે. AMTSની માલિકીની 125 બસ આદિનાથ બલ્ક કેરિયર, અર્હમ ટ્રાન્સપોર્ટ સહિત ત્રણ ખાનગી કોન્ટ્રાક્ટરોને બસો કોન્ટ્રાક્ટથી દોડાવવા માટે આપવામાં આવી છે.

AMTSનું 2005-06માં ખાનગીકરણ થયું હતું અને 2010-11 બાદ સતત ખાનગી બસોની સંખ્યા વધી રહી છે અને AMTS બસોમાં અને આવકમાં પણ ઘટાડો થયો છે. અગાઉ, AMTSની આવક વાર્ષિક રૂ. 125 કરોડ જેટલી હતી. AMTSની આવક 2020-21માં રૂ.26.61 કરોડ, 2021-22 રૂ. 46.36 કરોડ અને 2022-23માં રૂ. 78.45 કરોડ થઈ છે.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments