Monday, July 22, 2024
HomeIPLમયંક યાદવની ફિટનેસને લઈને અપડેટ, જાણો લખનૌ ટીમના સીઈઓ વિનોદ બિષ્ટનો ખુલાસો

મયંક યાદવની ફિટનેસને લઈને અપડેટ, જાણો લખનૌ ટીમના સીઈઓ વિનોદ બિષ્ટનો ખુલાસો


  • ગુજરાત ટાઈટન્સ સામેની છેલ્લી મેચમાં ઈજાના કારણે મેદાનથી બહાર થયો
  • મયંક આ મેચમાં માત્ર 1 ઓવર જ નાંખી શક્યો હતો
  • મયંક આગામી મેચમાં રહી શકે છે બહારઃબિષ્ટ

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મયંક યાદવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની સીઝનમાં પોતાની ગતિથી એક અલગ જ છાપ છોડી છે. તેણે બતાવ્યું છે કે તેની પાસે સતત 150 અને 155ની ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા છે. પરંતુ ગુજરાત ટાઇટન્સ (GT) સામેની છેલ્લી મેચમાં IPL અને લખનૌની ટીમના ચાહકોને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે મયંક ઈજાને કારણે મેદાનની બહાર ગયો. તે મેચમાં મયંક માત્ર એક જ ઓવર નાંખી શક્યો હતો અને સ્નાયુ ખેંચાવાને કારણે મેદાનની બહાર ગયો હતો. મયંકે આ ઓવરમાં 13 રન આપ્યા અને બે પ્રસંગોએ 140 KMPH કરતા વધુની ઝડપે બોલ ફેંકવામાં સક્ષમ હતો.

મયંક આગામી મેચમાંથી બહાર થઈ શકે છે

હવે લખનૌની ટીમ તેની 5મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) સામે 12મી એપ્રિલે રમવાની છે. આવી સ્થિતિમાં ચાહકોના મનમાં સવાલ એ છે કે શું મયંક આ મેચમાં રમશે કે નહીં? લખનૌ ફ્રેન્ચાઈઝીના સીઈઓ કર્નલ વિનોદ બિષ્ટે આ વિશે ખુલાસો કર્યો અને મયંકના સ્વાસ્થ્ય વિશે અપડેટ પણ આપ્યું. સીઈઓએ પોતાના નિવેદનમાં સંકેત આપ્યો છે કે મયંક આગામી મેચમાંથી બહાર રહી શકે છે. તેનું કારણ તેમનું વર્કલોડ મેનેજમેન્ટ છે. વિનોદ બિષ્ટે કહ્યું, ‘મયંકને પેટના નીચેના ભાગમાં હળવો દુઃખાવો છે. આવી સ્થિતિમાં સાવચેતી તરીકે તેમના પર કોઈ દબાણ ન હોય, આગામી એક અઠવાડિયા સુધી તેમના વર્કલોડને મેનેજ કરાશે. આશા છે કે તેને જલ્દી મેદાનમાં જોવા મળશે.

કૃણાલે મયંકને લઈને આપ્યું હેલ્થ અપડેટ

 મંયકની ઈજા અંગ અપડેટ આપતા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, મે તેની જોડે વાત કરી છે અને તેઓ સંપૂણ સ્વસ્થ દેખાઈ રહ્યો છે. અમારા માટે આ ખૂબ જ સારા સમાચાર છે. આનો મતલબ એ થયો કે મંયક યાદવ ફિટ છે અને કોલકાતા સામેની આગામી મેચમાં રમતો જોવા મળી શકે છે. કૃણાલ પંડ્યાએ વધુમાં કહ્યું કે, મંયક ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડી છે અને તેને હું છેલ્લા બે વર્ષથી ઓળખું છું. પાછલા વર્ષે તે ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તે એક પરિપક્વ ખેલાડી છે. મંયક યાદવનું ફિટ હોવું કેએલ રાહુલ અને લખનૌ સુપર જાયન્ટ્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. મંયક યાદવે આ IPLમાં સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. આ યુવા બોલરે પંજાબ કિંગ્સ સામે 156.7ની ઝડપે બોંલ ફેંક્યો હતો. આ બોલ IPL 2024નો સૌથી ફાસ્ટ બોલ હતો.

 IPL 2024માં મયંકનું પ્રદર્શન

IPL 2024માં મયંક યાદવના પ્રદર્શનની વાત કરીએ તો 3 મેચમાં 6 વિકેટ ઝડપી હતી. આ સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. મંયક યાદવે પંજાબ કિંગ્સ સામે ડેબ્યૂ કર્યું હતું. પંજાબ સામે 3 વિકેટ ઝડપીને પોતાની પ્રતિભાની ઝલક બતાવી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના બેટ્સમેનો પાસે મંયકની સ્પીડનો કોઈ તોડ ન હતો. બેંગલોર સામે 3 વિકેટ ઝડપીને લખનૌની જીત પાક્કી કરી હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments