Monday, July 22, 2024
HomeIPLIPLમાં કેએલ રાહુલે કર્યો કમાલ, આ રેકોર્ડ બનાવનારા LSGના પહેલા બેટ્સમેન બન્યા

IPLમાં કેએલ રાહુલે કર્યો કમાલ, આ રેકોર્ડ બનાવનારા LSGના પહેલા બેટ્સમેન બન્યા


  • કેએલ રાહુલે નાની ઈનિંગ રમીને એક મોટો રેકોર્ડ બનાવ્યો
  • IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે 1000 રન પૂરા કર્યા
  • ક્વિન્ટન ડી કોક 796 રન સાથે બીજા નંબરે છે

IPL 2024 ની 21મી મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં લખનૌની ટીમે ગુજરાતને જીતવા માટે 164 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં કેએલ રાહુલે નાની ઈનિંગ રમીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

કેએલ રાહુલે આ રેકોર્ડ બનાવ્યો હતો

કેએલ રાહુલે ગુજરાત ટાઇટન્સ સામે 31 બોલમાં 33 રન બનાવ્યા જેમાં ત્રણ ફોર સામેલ હતી. આ સાથે તેણે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે 1000 રન પૂરા કર્યા છે. IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે 1000 રન બનાવનાર તે એકમાત્ર ખેલાડી છે. તેની પહેલા આવુ કોઈ કરી શક્યું નથી. ક્વિન્ટન ડી કોક બીજા નંબર પર છે. તેણે 796 રન બનાવ્યા છે.

લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદી

  • કેએલ રાહુલ- 1016 રન
  • ક્વિન્ટન ડી કોક- 796 રન
  • માર્કસ સ્ટોઇનિસ- 668 રન
  • દીપક હુડ્ડા- 561 રન
  • નિકોલસ પૂરન- 536 રન

જાણો કેવી રહી છે કેએલ રાહુલની કરિયર

કેએલ રાહુલ તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. તે 2013થી આઈપીએલમાં રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 122 IPL મેચોમાં 4289 રન બનાવ્યા છે, જેમાં ચાર સદી અને 34 અડધી સદી સામેલ છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે.

લખનૌ સુપર જાયન્ટ્સે 163 રન બનાવ્યા હતા

ગઈકાલની મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે ક્વિન્ટન ડી કોક માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી દેવદત્ત પડિક્કલ પણ 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલે 33 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરનના કારણે જ લખનૌની ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. ગુજરાત તરફથી દર્શન નલકાંડે અને ઉમેશ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments