Monday, July 22, 2024
HomeIPLIPL વચ્ચે જ સંજુ સેમસનનું વર્લ્ડકપમાંથી કપાશે પત્તુ, આ ખેલાડીએ વધાર્યું ટેન્શન

IPL વચ્ચે જ સંજુ સેમસનનું વર્લ્ડકપમાંથી કપાશે પત્તુ, આ ખેલાડીએ વધાર્યું ટેન્શન


  • IPL 2024ની 16મી મેચમાં KKRએ દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું
  • કેપ્ટન રિષભ પંતે પોતાની ઇનિંગથી બધાના દિલ જીતી લીધા હતા
  • પંતે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની મુશ્કેલીઓ વધારી

IPL 2024ની 16મી મેચમાં KKRએ દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું. દિલ્હી ભલે મેચ જીતી શક્યું ન હોય, પરંતુ કેપ્ટન રિષભ પંતે પોતાની ઇનિંગથી બધાના દિલ જીતી લીધા હતા. રોડ અકસ્માત બાદ ક્રિકેટમાં વાપસી કરનાર રિષભ પંત આ સિઝનમાં સતત પોતાનું પ્રદર્શન બતાવતો જોવા મળી રહ્યો છે. પંતે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનની મુશ્કેલીઓ વધારી દીધી છે.

પંતે બેક ટુ બેક ફિફ્ટી ફટકારી

રિષભ પંતે KKR સામે 220ના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 55 રનની જોરદાર ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા પંતે CSK સામે 32 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટથી 4 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા હતા. શરૂઆતની 2 મેચમાં પંતે 26 બોલમાં 28 રન અને 13 બોલમાં 18 રન બનાવ્યા હતા. પંતે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 38ની એવરેજથી 152 રન બનાવ્યા છે. તેના પ્રદર્શનમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.

પંતના પ્રદર્શનમાં સતત સુધારો

રિષભ પંતના પ્રદર્શનમાં સુધારો જોઈને સંજુ સેમસનની મુશ્કેલીઓ વધી છે. 1 જૂનથી શરૂ થતા T20 વર્લ્ડકપ 2024માંથી સંમસનનું પત્તુ કપાઇ શકે છે. પંતની ગેરહાજરીમાં ભારતીય ટીમે ઘણા વિકેટકીપર બેટ્સમેનોને અજમાવ્યા, પરંતુ ટીમની શોધ પૂરી થઈ નહીં. IPLની આ સિઝનમાં સંજુ સેમસને કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી. ત્યારથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સંજુને અમેરિકાની ટિકિટ મળી શકે છે. પ્રથમ બે મેચમાં કંઈ ખાસ ન કરી શકનાર પંત હવે પોતાની જૂની લયમાં પાછો ફર્યો છે.

સંજુએ અડધી સદી ફટકારી

સંજુ સેમસને અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં 54.50ની એવરેજથી 109 રન બનાવ્યા છે. LSG સામેની પોતાની પ્રથમ મેચમાં સંજુ સેમસનેએ 52 બોલમાં 82 રનની ખતરનાક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 3 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ પછી સંજુ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. રિષભ પંતે દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં 15 રન બનાવ્યા હતા. આ સિવાય સંજુ સેમસને મુંબઈ ઈન્ડિયન્સ સામે 10 બોલમાં 12 રનની ઈનિંગ રમી હતી.

Source link

- Advertisment -

Most Popular

Recent Comments