Monday, July 22, 2024
HomeIPLGT vs PBKS: કેવું છે અમદાવાદનું હવામાન? અહીંથી જોઇ શકશો લાઇવ મેચ

GT vs PBKS: કેવું છે અમદાવાદનું હવામાન? અહીંથી જોઇ શકશો લાઇવ મેચ


  • IPL 2024માં આજની મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે
  • અમદાવાદના હવામાનની વાત કરીએ તો અહીં હવામાન ચોખ્ખું રહેશે
  • આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે

IPL 2024માં આજની મેચ ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ ટીમ પંજાબ સામે 3 મેચ રમી છે જેમાંથી બેમાં તેણે જીત મેળવી છે. ગુજરાત અત્યાર સુધી તેના હોમ ગ્રાઉન્ડ પર એકપણ મેચ હાર્યું નથી. પંજાબ કિંગ્સની ટીમે પ્રથમ મેચમાં જીત બાદ પછીની બે મેચ હારી ગઈ હતી.

કેવી છે અમદાવાદની પીચ?

ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે બેસ્ટ માનવામાં આવે છે. આ સ્ટેડિયમની આઉટફિલ્ડ ખૂબ જ ફાસ્ટ છે. આ મેદાન પર સ્પિન બોલરોની ખૂબ ધોલાઇ થાય છે, ઉપરાંત ઝડપી બોલરોને મદદ મળે છે. આ મેદાન પર હાઇ સ્કોરિંગ મેચ જોવા મળે છે. ગત સિઝનમાં પ્રથમ ઇનિંગનો સ્કોર અહીં 5 વખત 200ને પાર કરી ગયો હતો. આ મેદાન પર અત્યાર સુધીમાં 28 IPL મેચ રમાઈ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 14 વખત જીતી છે, જ્યારે 14 મેચમાં ચેઝ કરતી ટીમ જીતી શકી છે.

ગુજરાત અને પંજાબનો હેડ ટુ હેડ રેકોર્ડ

ગુજરાત ટાઇટન્સ ટીમ આ લીગમાં માત્ર બે સીઝનથી રમી રહી છે. આ બંને ટીમો વચ્ચે બે સિઝનમાં ત્રણ મેચ રમાઈ છે. ગુજરાત ટાઇટન્સે ત્રણમાંથી બે વખત મેચ જીતી છે, જ્યારે પંજાબ કિંગ્સ એક જ વખત મેચ જીતી શક્યું છે. આંકડાઓ પરથી લાગે છે કે ગુજરાતનો હાથ ઉપર છે પરંતુ પંજાબને ઓછું આંકવુ ભુલ સાબિત થઇ શકે છે.

વરસાદની કોઈ શક્યતા નથી

અમદાવાદના હવામાનની વાત કરીએ તો અહીં હવામાન ચોખ્ખું રહેશે. મેચ શરૂ થવાના સમયે દિવસનું તાપમાન 35 ડિગ્રી સુધી રહેશે. મેચના અંત સુધીમાં તે 31થી 29 ડિગ્રી સુધી રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. દિવસની ભેજ 33 ટકાથી વધુ રહેવાની અપેક્ષા નથી.

કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે?

ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે અને હિન્દી કોમેન્ટ્રી Star Sports હિન્દી HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી પ્રદાન કરશે.

આ રીતે જોઇ શકશો લાઇવ

આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે. આ સિવાય તમે sandesh.com પર મેચ સંબંધિત સમાચાર, લાઈવ અપડેટ્સ અને રેકોર્ડ્સ પણ વાંચી શકો છો.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments