Tuesday, July 16, 2024
HomeBUSINESSબાયજુના રવિન્દ્રનની નેટવર્થમાં મોટું નુકસાન, ફોર્બ્સના રિપોર્ટથી થયો ખુલાસો

બાયજુના રવિન્દ્રનની નેટવર્થમાં મોટું નુકસાન, ફોર્બ્સના રિપોર્ટથી થયો ખુલાસો


  • યુવા અરબપતિના લિસ્ટમાં સામેલ રહેલા બાયજૂ રવિન્દ્રનની નેટવર્થ ઝીરો થઈ
  • એક વર્ષ પહેલા તેમની નેટવર્થ 17545 કરોડ રૂપિયા હતી
  • બાયજુની વેલ્યુએશન 22 અબજ ડોલરથી ઘટાડીને 1 અબજ ડોલર થઈ

સંકટમાં ફસાયેલી એડેટેક કંપની બાયજુના સીઈઓ બાયજુ રવિન્દ્રનને એક વર્ષમાં મોટો ઝટકો લાગ્યો છે. એક તરફ દેશમાં અરબપતિઓની સંખ્યા ઝડપથી વધી રહી છે તો અન્ય તરફ યુવા અરબપતિના લિસ્ટમાં સામેલ રહેલા બાયજૂ રવિન્દ્રનની નેટવર્થ ઝીરો થઈ છે. એક વર્ષ પહેલા તેમની નેટવર્થ 17545 કરોડ રૂપિયા હતી. આ ખુલાસો ફોર્બ્સ બિલેનિયર ઈન્ડેક્સ 2024ના આધારે થયો છે.

ફોર્બ્સ બિલેનિયર ઈન્ડેક્સ 2024ના આધારે થયો ખુલાસો

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના લિસ્ટના આધારે આ વર્ષે ફક્ત 4 લોકો જ તેનાથી બહાર હતા. તેમાંથી એક બાયજુના રવિન્દ્રન પણ છે. ગયા વર્ષથી ચાલી રહેલા સંકટ બાદ બ્લેકરોકે એડટેક કંપની બાયજુની વેલ્યુએશન 22 અબજ ડોલરથી ઘટાડીને 1 અબજ ડોલર કરી હતી. તેના કારણે ભારતીય સ્ટાર્ટઅપના પોસ્ટર બોય રહેલા બાયજુ રવિન્દ્રનને તગડો ઝટકો લાગ્યો છે અને તેમની નેટવર્થ શૂન્ય કરી દેવામાં આવી છે.

1 અબજ ડોલર પર આવી વેલ્યૂ

બાયજુની સ્થાપના 2011માં થઈ હતી. આ સ્ટાર્ટઅપ ઝડપથી આગળ વધ્યું અને 2022માં 22 અબજ ડોલરની વેલ્યૂએશન મેળવી હતી. જલ્દી જલ્દી મળી રહેલી સફળતાથી ઉત્સાહિત થઈને કંપનીએ અમેરિકામાં પગ માંડ્યા. આ પછી કંપનીને એક પછી એક મોટા ઝટકા લાગ્યા. બાયજુ રવિન્દ્રન અને કંપનીએ કેટલાક રોકાણકારો સાથે વિવાદ છેડ્યો, હવે સ્થિતિ એ છે કે બાયજુ જાન્યુઆરી 2024થી જ કર્મચારીઓને પગાર આપી શક્યું નથી. સાથે કંપનીમાં સતત છટણી પણ ચાલી રહી છે.

2022 માં કંપનીએ પોતાનો નફો 1 અબજ ડોલરનો બતાવ્યો

બાયજુએ હાલમાં નાણાકીય વર્ષ 2022ના પરિણામ જાહેર કર્યાં. તેમાં કંપનીએ પોતાનો નફો 1 અબજ ડોલરનો બતાવ્યો હતો. આ ભારતની સૌથી વધારે નુકસાનવાળી કંપનીના લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે. આ નાણાકીય પરિણામો બાદ બાયજુની માર્કેટ વેલ્યૂને ઘટાડીને ફક્ત 1 અબજ ડોલર કરી દેવામાં આવી હતી. કંપનીના ખરાબ પ્રદર્શન બાદ તમામ ઘટના માટે રવિન્દ્રનને જવાબદાર ઠેરવવામાં આવ્યા. ગયા મહિને મોટા શેરહોલ્ડર્સે બાયજુ રવિન્દ્રનને સીઈઓ પદથી હટાવવા માટે વોટિંગ કર્યું હતું. જો કે આ કેસ કોર્ટમાં ફસાયેલો છે.  



Source link

- Advertisment -

Most Popular

Recent Comments