Tuesday, July 16, 2024
HomeGUJARATલુણાવાડામાં પ્રસૂતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત,પરિવારજનોનો આક્ષેપ

લુણાવાડામાં પ્રસૂતિ દરમિયાન મહિલા અને બાળકનું મોત,પરિવારજનોનો આક્ષેપ


  • પ્રસૂતિ દરમિયાન મહિલા અને બાળકનુ મોત : પરિવારજન
  • પરિવારજનો મૃતદેહ લઈને ધરણા પર બેઠા : પરિવારજન
  • ઓપરેશન દરમિયાન ડોકટરની બેદરકારી આવી સામે : પરિવારજન

મહિસાગરના લુણાવાડામાં આવેલી હેલી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે,અગાઉ પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી ચૂકી છે,મહિલા પ્રસૂતિ માટે હોસ્પિટલ આવ્યા હતા,દરમિયાન બાળકનો જન્મ પણ થયો તો અચાનક મહિલા અને બાળક બન્ને મોતને ભેટતા પરિવારજનોએ ડોકટર સામે બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે.પરિવારજનોનું કહેવુ છે કે મહિલા સારવાર માટે આવ્યાં ત્યારે તેમની તબિયત સારી હતી.

હોસ્પિટલની બહાર ધરણાં

મહિલા અને બાળકનું મોત થતા પરિવારજનો મૃતદેહ સાથે હોસ્પિટલની બહાર ધરણા પર બેઠા છે,પરિવારજનોનું કહેવું છે કે પોલીસ દ્વારા ડોકટર સામે કાર્યવાહી થશે તો જ મૃતદેહનો સ્વીકાર કરવામાં આવશે તે વાતને લઈ ધરણાં પર બેઠા છે.પોલીસે ઘટના સ્થળે પહોચી માહિતીનો તાગ મેળવ્યો હતો,તો પરિવારજનોને સાંતાવના આપતા પોલીસનું કહેવું છે કે ડોકટરની ભૂલ હશે તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે.

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

હોસ્પિટલની બહાર પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે,તો બીજી તરફ પરિવાર મૃતદેહ લઈને ધરણા પર બેઠો છે.પોલીસની સમજાવટ હોવા છત્તા પરિવાર કઈ વાત માનવા તૈયાર નથી,પોલીસે પણ ડોકટરની પૂછપરછને લઈ તપાસ હાથધરી છે.પરિવાર તેમની માંગોને લઈ અડગ છે.

 Source link

- Advertisment -

Most Popular

Recent Comments