Tuesday, July 16, 2024
HomeGUJARATનાના બાળકને ઘરમાં એકલા મુકતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

નાના બાળકને ઘરમાં એકલા મુકતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો


  • માધાપરમાં ત્રણ વર્ષનો બાળક રૂમમાં ફસાયો
  • ઘરનું તાળું લોક થઈ જવાથી બાળક ફસાયો
  • ફાયર વિભાગની ટીમે બાળકને સલામત બહાર કાઢ્યો

કચ્છના માધાપરમાં ત્રણ વર્ષનો બાળક રૂમમાં ફસાયો હતો. જેમાં માધાપરની ગોકુલધામ સોસાયટીની આ ઘટના છે. તેમાં ઘરનું તાળું લોક થઈ જવાથી બાળક ફસાયો હતો. ફાયર વિભાગની ટીમે બાળકને સલામત બહાર કાઢ્યો છે.

માધાપર ગામની ગોકુલધામ સોસાયટીમાં આ બનાવ બન્યો

માધાપર ગામની ગોકુલધામ સોસાયટીમાં આ વિચિત્ર બનાવ બન્યો છે. જેમાં ત્રણ વર્ષનો બાળક રૂમમાં ફસાયો ગયો હતો. ઘરના દરવાજાનું લોક સેન્ટ્રલ હોવાથી બાળક ફસાયો હતો. ત્યારે ફાયર વિભાગની ટીમે બાળકને સલામત બહાર કાઢ્યુ છે. તેમજ ફાયર શાખાના કર્મચારીઓએ હાઇડ્રોલિક કટરની મદદથી રસોડાની ગ્રીલ તોડીને બાળકને બહાર કાઢ્યો છે. ત્યારે માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું

અગાઉ રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતા. બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું જોઈએ નહીં.



Source link

- Advertisment -

Most Popular

Recent Comments