Tuesday, July 16, 2024
HomeGUJARATરાજકોટ કોર્પોરેશનમાં લાલિયાવાડી સામે આવી, પગાર ના થતા કર્મી ગાડી લઇ ગયો

રાજકોટ કોર્પોરેશનમાં લાલિયાવાડી સામે આવી, પગાર ના થતા કર્મી ગાડી લઇ ગયો


  • કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવાતા કર્મી ટીપર વાન લઈ ફરાર
  • ટીપર વાન કર્મીઓ ગાડી લઈ મધ્યપ્રદેશ ભાગી ગયા
  • કર્મચારીઓએ ગાડી મધ્યપ્રદેશ પોલીસમાં જમા કરાવી

રાજકોટ કોર્પોરેશનમાં લાલિયાવાડી સામે આવી છે. જેમાં કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવાતા કર્મી ટીપર વાન લઈ ફરાર થયો હતો. તેમાં ટીપર વાન કર્મીઓ ગાડી લઈ મધ્યપ્રદેશ ભાગી ગયા હતા. કર્મચારીઓએ ગાડી મધ્યપ્રદેશ પોલીસમાં જમા કરાવી છે. તેમાં 2 મહિનાથી ગાડી ગુમ છતાં મનપાએ ફરિયાદ નોંધાવી નથી.

રાજકોટ કમિશનરને પણ અધિકારીઓએ અંધારામાં રાખ્યા

રાજકોટ કમિશનરને પણ અધિકારીઓએ અંધારામાં રાખ્યા છે. જેમાં RMC કમિશનરે જણાવ્યું છે કે સમગ્ર મામલે એક્શન લેવાશે. એજન્સીની બેદરકારી, આંતરિક પ્રશ્નોને લઈ આ થયું છે. અમારા તરફથી જે કાર્યવાહી કરવાની છે તે કરાશે. કચરા ગાડી મધ્યપ્રદેશ લઈ જવાના મામલે આખો મામલો કોન્ટ્રાકટર અને કર્મચારી વચ્ચે પગાર માટેનો છે. જેને લઇને શ્રમિક ગાડી મઘ્યપ્રદેશ લઈ ગયા હતા. રાજકોટ મનપાની ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાની ગાડી અંગે ભક્તિ નગર પોલીસ મથકને જાણ કરવામાં આવી છે. આ ગાડી મજૂર જે મધ્યપ્રદેશનો જબુઆનો રહેવાસી છે તે પોતાની સાથે લઈ ગયો હતો.

ગાડી હાલ મધ્યપ્રદેશ ખાતેના પોલીસ મથક પર છે

ગાડી હાલ મધ્યપ્રદેશ ખાતેના પોલીસ મથક પર છે. જેને પરત લાવવા RMCએ કાર્યવાહી કરી છે. હાલ ગાડીઓ જે જૂની છે તે જીપીએસ સિસ્ટમ હેઠળ નથી. ધીમે ધીમે ગાડીઓ અપગ્રેડ થશે તેમ RMC કમિશનર આનંદ પટેલે જણાવ્યું છે. 



Source link

- Advertisment -

Most Popular

Recent Comments