Tuesday, July 16, 2024
HomeGUJARATભરૂચ તાલુકાના શુકલતીર્થની આંગણવાડીઓ તદ્દન જર્જરિત

ભરૂચ તાલુકાના શુકલતીર્થની આંગણવાડીઓ તદ્દન જર્જરિત


  • બિસમાર આંગણવાડીઓ તોડી પાડવી જરૂરી
  • બાળકોના જીવનું જોખમ હોઈ ઓટલા પર બેસીને ભણવા માટે મજબૂર
  • ત્રણ આંગણવાડીઓ માટે કુલ રૂા.24.60 લાખ ફાળવવામાં આવ્યા

ભરૂચ તાલુકાના વિકાસશીલ એવા શુકલતીર્થ ગામની આંગણવાડીની ઈમારત તદ્દન જર્જરીત હાલતમાં થઈ જતા આ ઈમારત કયારે જમીન દોસ્ત થાય અને તેથી હોનારત સર્જાય તે કહેવાય નહી તેવી પરિસ્થિતિનું સર્જન થયુ છે. ત્યારે હાલ આંગણવાડીના સંચાલકોના ઘરોમાં તેમજ ક્ષતિગ્રસ્ત આંગણવાડીઓના ઓટલા પર બેસવા બાળકો મજબુર થઈ ગયા છે. કોઈ આકસ્મિક દુર્ઘટનાનો ભોગ બને તે પહેલા અગમચેતીના ભાગરૂપે બિસ્માર આંગણવાડીઓ જમીનદોસ્ત કરવી જરૂરી જણાય રહી છે.

વધુ વિગતે જોતા શુકલતીર્થની ત્રણ આંગણવાડીઓ માટે એક આંગણવાડી દીઠ રૂા.8 લાખ 20 હજારની ફાળવણી કરી કુલ 24 લાખ 60 હજાર ફાળવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે પરંતુ કામ શરૂ કયારે થશે તેની આતુરતા પુર્વક રાહ જોવાઈ રહી છે. વર્ષ 2021-22 મા મંજુર થયેલી પરંતુ ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશનની તા.12-12-2023 ના રોજ મળેલી બેઠકમાં નવી આંગણવાડી બનાવવાની મંજુરીની મહોર મારવામાં આવી તેમ છતાં હજી આંગણવાડી બની નથી. આંગણવાડીઓમાં સૌથી વધુ આદિવાસી પરિવારોના બાળકો આવતા હોય ત્યારે જર્જરીત આંગણવાડીઓ નવી બનાવતી વખતે તેની આુજબાજુની ગંદકી, ગટર, ઝાડી-ઝાંખરા દુર કરી સરીસૃપ, ઢોર ઢાંખરની અડચણરૂપ બાબતો દુર કરી બાળકોની સલામતી બાબતે પણ સાફ સફાઈની ખાસ જરૂર જણાય રહી છે.

અત્રે નોંધવુ રહ્યુ કે, માર્ચ મહિનો આવી જવા છતાં મંજૂર થયેલી આંગણવાડીઓ બનાવવાના પ્રોજેકટના કામ કેમ કરવામાં આવતા નથી હાથ કેમ ધરવામાં આવતી નથી. કલેકટર દ્વારા અમલીકરણ અધિકારીઓને મંજુર થયેલ કામો માટે હવુ વધુ વિલંબ ન કરતા તમામ કામો સમયસર અને ઝડપથી પુરા કરવા પણ તાકિદ કરી છે ત્યારે જર્જરીત આંગણવાડી નં.2,3, અને 5 કયારે બનશે તે અંગે રાહ જોવાઈ રહી છે. શુકલતીર્થ વિકાસશીલ ગામમાં કે જયાંથી રેતી ખનન ખૂબ મોટા પ્રમાણમાં થાય છે અને તેવા પ્રભાવિત ગામોમાં જન સુખાકારીના શૈક્ષણિક, આરોગ્ય, સેનિટેશન, પીવાના પાણી વિગેરે જેવા પ્રોજેકટો અંતર્ગત દેશના તમામ રાજયોમાં ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન એટલે કે ડી.એમ.એફ જેવા અધીકારી અને ગવર્નીગ બોડીનું એક ટ્રસ્ટનું ગઠન કરવામાં આવેલ છે તે અંતર્ગત ભરૂચ ખાતે પણ ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવેલ હોય તેમાંથી શુકલતીર્થના કેટલાક પ્રોજેકટો પૈકી ત્રણ આંગણવાડીના પ્રોજેકટો પણ મંજુર કરવામાં આવ્યા છે પરંતુ અમલીકરણ અધિકારીઓ તરફથી તેનો સમયોચિત અમલ નહિ થતા આંગણવાડીઓ જર્જરીત હાલતમાં ભાંસી રહી છે કયારે કોઈ દુર્ઘટનાનો ભોગ બનશે ત્યારે તે જર્જરીત આંગણવાડીઓની ઈમારતો ઉતારાશે તે પણ એક સમસ્યા છે.

મોટા ભાગે આંગણવાડીઓમાં આદિવાસી અને સામાજીક શૈક્ષણિક પછાત ગરીબ અને શ્રામજીવી પરિવારોના બાળકો આવતા હોય છે. ઘણા સમયથી બાળકોને ઓટલા પર બેસાડવામાં આવે છે તો આંગણવાડી સંચાલકોના ઘરોમાં ભૂલકાઓને બેસાડવા મજબુર બન્યા છે. ચોમાસા દરમ્યાન મોટા ભાગની આંગણવાડીની આસપાસ ગંદકી ફેલાયેલી રહે છે ત્યારે તેની આસપાસના અડચણરૂપ અવરોધોને દુર કરી આંગણવાડી જેવા સંકુલો સલામત કરવામાં આવે તે જરૂરી છે.

મોટાભાગની આંગણવાડીઓ અંગે બાળકોની માર્ગ સલામતીના પ્રશ્ન અતિ ગંભીર છે નજીકના રસ્તા પરથી રેતીના તેમજ અન્ય વાહનોની અવરજવર રહે છે. ત્રણે ત્રણ આંગણવાડીઓ માટે કુલ 24.60 લાખ ફાળવવામાં આવ્યા છે ત્યારે વાલીઓની માંગ છે કે સત્વેર સમય મર્યાદામાં કામોનું અમલીકરણ અને સમય મર્યાદામાં પુર્ણ થાય તે

જરૂરી છે.

તાપ તડકામાં રહેતા બાળકો : અમલદારો માત્ર કાગળ પર જ આંગણવાડીની મુલાકાત લે છે ?

જયારે આંગણવાડીનું મકાન એકદમ બિસ્માર હાલતમાં હોય ત્યારે સ્વભાવિક પણે બાળકોને ઓટલા પર બેસાડવામાં આવે છે. કુમળી વયે બાળકને તાપ તડકામા બેસાડવામાં આવતા તેની કેવી હાલત થતી હશે તે અંગે કલ્પના કરવી રહી. પરંતુ નવાઈની બાબત એ છે કે, વારંવાર તાલુકા અને જિલ્લા કક્ષાના અમલદારો પોતાની ડાયરીમાં આંગણવાડીની મુલાકાત લીધી હોય તેવુ બતાવતા હોય તો તેમની નજરે આવા બિસ્માર મકાનો કેમ નહીં જણાતા હોય કે પછી તેઓ માત્ર કાગળ પર જ આંગણવાડીની મુલાકાત લેતા હોય છે તેવી બાબતો ચર્ચાઈ રહી છે.

સરકાર કહે છે કે ભણવા જાવ પરંતુ કયાં ભણવા જાય

ગુજરાત સરકાર દ્વારા હંમેશા શિક્ષણની ટકાવારી વધારવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. નાના ભૂલકાઓ સૌપ્રથમ આંગણવાડીમાં ભણવા જાય છે ત્યારે તેમના માટે જીવનની પહેલી શાળા એટલે આંગણવાડી એમ કહી શકાય તેવા સમયે બિસ્માર હાલતમાં આંગણવાડીના મકાનમાં ભૂલકાઓ ભણવા કઈ રીતે જાય તે એક મોટી સમસ્યા છે જેના પગલે દર વરસે આંગણવાડીમાં જતા બાળકોની સંખ્યા ઘટે તે સ્વભાવિક બાબત છે.

આંગણવાડીમાં ભૂલકાંઓ સાથે ખેલાતી રમત

ભરૂચના શુકલતીર્થની જેમ જિલ્લાના ઘણા ગામોમાં આંગણવાડીના નિર્માણ અર્થે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હોવા છતાં આંગણવાડીના કામો થયા નથી જેના પગલે આંગણવાડીમાં જતા ગામના નાના ભૂલકાઓ માટે ભય ઉભો થયો છે. આંગણવાડીમાં જયારે બાળકો જતા હોય છે ત્યારે તેમના માતા-પિતા પણ ચિંતામા ગરકાવ થઈ જાય છે. કેટલાય બનાવો એવા બન્યા છે કે જયારે આંગણવાડીના બિસ્માર મકાનના સ્લેબના ભાગ નીચે પડયા હોય પરંતુ સદભાગ્યે કોઈ બાળકોને ઈજા પહોંચી નથી.

દાનવીરો દાન આપવા તૈયાર પરંતુ મકાન જ નથી

ભરૂચ જિલ્લામાં વિવિધ સંસ્થાઓમાં દાન આપવામાં આવે છે એટલુ જ નહી પરંતુ અન્ય સગવડો પણ દાતાઓ તરફથી આપવામાં આવે છે પરંતુ મળતી માહિતી મુજબ આંગણવાડીના મકાનો અત્યંત બિસ્માર હાલતમાં હોવાના પગલે સ્થાનિક તેમજ એનઆરઆઈ દાનવીરો ગામમાં આવેલ આંગણવાડીને કોઈપણ દાન આપવા માટે અથવા તો સહાય કરવા અંગે ખચકાટ અનુભવે છે. જેનુ મુખ્ય કારણ એ છે કે, આંગણવાડીનું મકાન જ અત્યંત બિસ્માર હાલતમાં હોય છે.Source link

- Advertisment -

Most Popular

Recent Comments